CM Bhupendrabhai Patel નો રૌદ્ર અંદાજ! મહિલાઓ સામે પડશો તો 'ખાતમો' નિશ્ચિત
થરાદમાં CM Bhupendrabhai Patel નો મહિલાઓ સાથે સંવાદ
મહિલા જાગૃતિ અને 'દૂધ દિન' કાર્યક્રમમાં CMની ખાસ હાજરી
33 ટકા અનામત મુદ્દે મુખ્યમંત્રીએ વિપક્ષને લીધું આડે હાથ
બહેનો સામે કોઈ પડે તો તેનો ખાતમો થઈ જાય છે: ભૂપેન્દ્રભાઈભાઈ
''વિપક્ષ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે, ભાજપ જનતાની સાથે''
નહેરમાં ક્ષારની સમસ્યાને લઈ સરકાર લેશે યોગ્ય નિર્ણય: CM
જિલ્લાના તમામ તળાવો ભરવાની યોજનાની CMએ કરી જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય માટે CM મક્કમ
CM Bhupendrabhai Patel in Tharad : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ (Tharad) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ અને દૂધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહિલાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને સ્થાનિક વિકાસના કામોની સમીક્ષા કરી હતી. સભાને સંબોધતા મુખ્યમંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP) હંમેશા જનતાની વચ્ચે રહે છે, પછી ચૂંટણી હોય કે ન હોય. જ્યારે વિપક્ષના ઉમેદવારો ફક્ત ચૂંટણી ટાણે જ દેખાય છે.
મહિલાઓ સામે પડશો તો 'ખાતમો' નિશ્ચિત
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે મહિલાઓની સુરક્ષા અને સન્માનના મુદ્દે કડક શબ્દોમાં કહ્યું કે, 'બહેનો સામે કોઈ પડે તો તેનો ખાતમો થઈ જાય છે.' વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, જે લોકો બહેનો સામે પડ્યા છે તેમનો જનતાએ જ સફાયો કર્યો છે. ૩૩ ટકા અનામત (33 Percent Reservation) ના મુદ્દે પણ મુખ્યમંત્રીએ વિપક્ષની મનસા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા, અને "ભેટ-પૂજા વગર કંઈ કામ ન થાય" તેવા અંદાજમાં કટાક્ષ કરતા વહીવટી તંત્રને સુધરી જવાની ચેતવણી આપી હતી.
Tharad માં CM Bhupendrabhai Patel નો મહિલાઓ સાથે સંવાદ । Gujarat First
થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહિલાઓ સાથે સંવાદ
મહિલા જાગૃતિ અને 'દૂધ દિન' કાર્યક્રમમાં CMની ખાસ હાજરી
33 ટકા અનામત મુદ્દે મુખ્યમંત્રીએ વિપક્ષને લીધું આડે હાથ
બહેનો સામે કોઈ પડે તો તેનો ખાતમો થઈ જાય… pic.twitter.com/PlLMOm5MGw— Gujarat First (@GujaratFirst) April 18, 2026
ચૂંટણીમાં ભાજપના વિજયનો દાવો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) નજીક હોવાથી, વાવ (Vav) અને થરાદ (Tharad) વિસ્તારની જિલ્લા પંચાયત (District Panchayat), તાલુકા પંચાયત (Taluka Panchayat) તથા નગરપાલિકા (Municipality) ની ચૂંટણીમાં ભાજપના વિજયનો દાવો કર્યો હતો. મુખ્યમંત્રીએ જમીની સ્તરે પૂરની સમસ્યા અને નહેરોના પાણીથી ખેતીની જમીનમાં થતા ક્ષારના પ્રશ્ન પર પણ ચર્ચા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, નહેરના પાણીથી થતા ક્ષારના નિકાલ માટે સરકાર આવનારા સમયમાં ચોક્કસ કોઈ આયોજન કરશે. સાથે જ તેમણે જિલ્લાના તમામ તળાવો ભરાય તેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
સમસ્યાઓના નિરાકરણ માટે ખડેપગે રહેવા આહવાન
સંવાદ દરમિયાન મુખ્યમંત્રીએ બાળકો સાથે પણ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં વાત કરી હતી. તેમણે બાળકોને તેમના અભ્યાસ વિશે પૂછ્યું અને તેમના બે મહિનાની રજાઓનો આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં, તેમણે ભાજપના કાર્યકરોને હંમેશા જનતા સાથે જોડાયેલા રહેવા અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે ખડેપગે રહેવા આહવાન કર્યું હતું.
આ પણ વાંચો: નર્મદાનું પાણી Kutch ના ખૂણે-ખૂણે પહોંચાડવાનું કામ કર્યું: CM ભૂપેન્દ્રભાઈ પટેલ


