Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha કોંગ્રેસમાં ભડકો, જીજ્ઞેશ મેવાણી પર સરમુખત્યારશાહીના આક્ષેપ, દિનેશ પરમારે ખોલ્યો મોરચો

બનાસકાંઠા (Banaskantha) કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભડકો થયો છે. જિલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ પરમારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) પર મેન્ડેડની (Mandate) વહેંચણીમાં મનમાની અને સરમુખત્યારશાહીનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. કાર્યકરોની અવગણના કરી પોતાના અંગત માણસોને પ્રાધાન્ય આપવાના આક્ષેપથી રાજકારણ ગરમાયું છે.
banaskantha કોંગ્રેસમાં ભડકો  જીજ્ઞેશ મેવાણી પર સરમુખત્યારશાહીના આક્ષેપ  દિનેશ પરમારે ખોલ્યો મોરચો
Advertisement
  • Banaskantha કોંગ્રેસમાં વિખવાદ જન્મ્યો
  • મેવાણી સામે મેદાનમાં ઉતર્યા કોંગ્રેસના જ પૂર્વ ચેરમેન
  • "પોતાના ડ્રાઈવર-પટાવાળાને ટિકિટ આપી પક્ષનું અપમાન કર્યું"
  • જીજ્ઞેશ મેવાણી પર સરમુખત્યારશાહીનો સિક્કો, કાર્યકરોમાં ભારે રોષ

Banaskantha જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ કોંગ્રેસનો આંતરિક વિવાદ (Internal Conflict) સપાટી પર આવ્યો છે. જિલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ પરમારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો વધારી દીધો છે. પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન દિનેશ પરમારનો આરોપ છે કે, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પક્ષની શિસ્તને નેવે મૂકીને પોતે જ પ્રદેશ પ્રમુખ હોય તેવું વર્તન કરી રહ્યા છે.

Banaskantha, Jignesh Mevani,Congress, Local Body Election 2026,Gujarat 01

Advertisement

મેન્ડેડ વહેંચણીમાં અન્યાયનો આક્ષેપ (Allegations of Dictatorship)

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસ પાર્ટીનું અપમાન કર્યું હોવાના આરોપ સાથે દિનેશ પરમારે આક્રોશ વ્યક્ત કર્યો છે. વડગામ, પાલનપુર (Palanpur) અને અન્ય વિસ્તારોમાં મેન્ડેડ (Mandate) જાતે જ લઈ જઈને પોતાની મરજી મુજબ સહીઓ કરી હોવાનો પણ દિનેશ પરમારનો ગંભીર આરોપ છે. તેમનું કહેવું છે કે, ધારાસભ્યએ પક્ષના પાયાના કાર્યકરોને પ્રાધાન્ય આપવાને બદલે પોતાના પટાવાળા અને ડ્રાઇવરોને મેન્ડેડની વહેંચણી કરી છે. આ પ્રકારની સરમુખત્યારશાહીથી (Dictatorship) વડગામ તાલુકાની પ્રજાને અન્યાય થયો હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો---- Gujarat Congress: પક્ષપલટાના ડરે કોંગ્રેસે ઉમેદવારોની કરી કિલ્લાબંધી, રાજ્યમાં અનેક કોંગ્રેસી મૂરતિયાઓનો ‘અજ્ઞાતવાસ’!

અનુસૂચિત જાતિના કાર્યકરોની અવગણના! (Political Crisis)

આ વિવાદમાં ખાસ કરીને અનુસૂચિત જાતિના (Scheduled Caste) લોકો અને પક્ષના વફાદાર કાર્યકરો સાથે અન્યાય થયો હોવાની લાગણી જન્મી છે. દિનેશ પરમારે પ્રદેશ પ્રમુખને આ મામલે લેખિત રજૂઆત (Representation) કરીને ચેતવણી આપી છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો બનાસકાંઠા જિલ્લા પંચાયત કબજે કરવી કોંગ્રેસ માટે અશક્ય બની જશે. જો આગામી સમયમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની હાર થશે, તો તેના માટે સંપૂર્ણ જવાબદાર વડગામ ધારાસભ્ય રહેશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Banaskantha, Jignesh Mevani,Congress, Local Body Election 2026,Gujarat 0

આ પણ વાંચો---- Chhotaudepur: છોટાઉદેપુરમાં શૌચાલય છે કે નહીં તે જોવા ચૂંટણી અધિકારીએ દોડવું પડ્યું, ભાજપ-આપ આમનેસામને

Tags :
Advertisement

.

×