Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha Accident: બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં બસ સ્ટેન્ડ ભોય ભેગું થયું, 1 વિદ્યાર્થીનો જીવ ગયો, કેટલાંક લોકો દટાયા

બનાસકાંઠાના દાંતા નજીક એક જીપ ટૂ-વ્હીલરને ટક્કર માર્યા બાદ રોડ કિનારે આવેલા બસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં બસ સ્ટેન્ડમાં બેઠેલા એક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બસ સ્ટેન્ડની છત તૂટી પડતાં 6-7 લોકો કાટમાળ નીચે દટાયા હતા. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા આ ઇજાગ્રસ્ત પરિવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
banaskantha accident  બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં બસ સ્ટેન્ડ ભોય ભેગું થયું  1 વિદ્યાર્થીનો જીવ ગયો  કેટલાંક લોકો દટાયા
Advertisement

Banaskantha Accident: રાજ્યમાં અવારનવાર સર્જાતા માર્ગ અકસ્માતોની વણઝાર વચ્ચે બનાસકાંઠા જિલ્લામાંથી એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના દાંતા નજીક એક બેકાબૂ બનેલી જીપે માર્ગ પરથી પસાર થતા ટૂ-વ્હીલરને અડફેટે લીધું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટૂ-વ્હીલરને અથડાયા બાદ પણ જીપ ઊભી રહી ન હતી અને તે સીધી રોડ કિનારે આવેલા બસ સ્ટેન્ડના પિલર સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી. આ ભયાનક ટક્કરના કારણે આખું બસ સ્ટેન્ડ ધરાશાયી થઈ ગયું હતું.

Tags :
Advertisement

.

×