Banaskantha Danta accident: દાંતા થયેલા અકસ્માતનો Live video, લોકોથી ઠસોઠસ ભરેલી જીપ થઈ હતી બેકાબૂ!
બનાસકાંઠાના દાંતામાં થયેલા ભયાનક અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પિકઅપ સ્ટેન્ડમાં ઘૂસી ગયેલી બેકાબૂ જીપના દ્રશ્યો કોઈપણ વ્યક્તિના હૃદયને હચમચાવી દેવા માટે પૂરતા છે. આ અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે. ગંભીર બેદરકારી અને જોખમી ડ્રાઈવિંગે કેવી રીતે મોતનો માર્ગ ખોલ્યો, તે આ ઘટના સ્પષ્ટ કરી રહી છે.
Advertisement
Banaskantha Danta accident update: બનાસકાંઠા જિલ્લાના દાંતામાં થયેલા ગમખ્વાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જે જોઈને કોઈના પણ કાળજા કંપી ઉઠશે. મોત ક્યારે અને કઈ રીતે સામે આવીને ઉભું રહે છે, તે આ દ્રશ્યો સાબિત કરે છે. લગ્નની જાનમાં થયેલી ગંભીર બેદરકારી અને જીપની બેફામ ગતિએ કેવી રીતે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો? એક તરફ ખુશીઓનો માહોલ હતો અને બીજી તરફ અચાનક કાળ બનીને આવેલી જીપે ખુશીઓને સ્મશાનમાં ફેરવી નાખી.

