Banaskantha: તું ચોર છે કહી રિક્ષાચાલકને ટોળાએ બેરહેમીથી માર માર્યો, દાંતાના ભેમાળ ગામ નજીકની ઘટના
- Banaskantha ના દાંતામાં ભેમાળ નજીક રિક્ષા ડ્રાઈવરને માર માર્યો
- ટોળાએ ચોર સમજીને ખાતરી વગર હુમલો કર્યો હતો
- ગઈ કાલે રાત્રે રતનપુરથી મુમનવાસ વર્ધી મૂકવા ગયો હતો રિક્ષાચાલક
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના દાંતા (Danta) તાલુકામાં ફરી એકવાર ટોળાશાહીનો વરવો ચહેરો સામે આવ્યો છે. દાંતાના ભેમાળ (Bhemal) ગામ નજીક ગત રાત્રિએ એક નિર્દોષ રિક્ષાચાલકને ઉશ્કેરાયેલા ટોળાએ ચોર સમજીને જીવલેણ માર માર્યો હતો. જેથી રિક્ષાચાલકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
Banaskantha: ખાતરી કર્યા વિના ટોળાએ કર્યો હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, નારગઢ (Nargarh) ગામના રહેવાસી રિક્ષાચાલક રાણાભાઈ ભરથરી (Ranabhai Bharthari) ગત રાત્રે રતનપુર (Ratanpur) થી મુમનવાસ (Mumanvas) સુધી પેસેન્જરની વર્ધી મૂકવા માટે ગયા હતા. વર્ધી પૂરી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભેમાળ પાસે લઘુશંકા (Urination) માટે રોકાયા હતા, જે દરમિયાન આ કમનસીબ ઘટના બની હતી.રિક્ષાચાલક જ્યારે રસ્તાની સાઈડમાં ઉભા હતા, ત્યારે અચાનક અંદાજે 50 થી 60 લોકોનું ટોળું (Mob) ત્યાં ધસી આવ્યું હતું. કોઈપણ પ્રકારની પૂછપરછ કે ખાતરી કર્યા વગર ટોળાએ "તું ચોર છે" તેમ કહી રાણાભાઈ પર હુમલો કરી દીધો હતો. પીડિત ડ્રાઈવરે પોતાની ઓળખ આપવાનો અને પોતે નિર્દોષ હોવાનું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા લોકોએ તેમની એક પણ વાત સાંભળી ન હતી. ટોળાએ રાણાભાઈનો મોબાઈલ ફોન (Mobile Phone) પણ પડાવી લીધો હતો. જેથી તેઓ કોઈની મદદ ન માંગી શકે અને ત્યારબાદ લાકડીઓ તથા ગડદાપાટુનો માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
Banaskantha Crime : ""50 થી 60 લોકોના ટોળાએ ચોર ચોર કહીને મારવાનું ચાલુ કરી દીધું"" | Gujarat First
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
બનાસકાંઠા દાંતામાં ભેમાળ નજીક રિક્ષા ડ્રાઈવરને માર માર્યો
ટોળાએ ચોર સમજીને ખાતરી વગર હુમલો કર્યો હતો
રતનપુરથી મુમનવાસ વર્ધી મૂકવા ગયો હતો… pic.twitter.com/NkApb0Jjpu— Gujarat First (@GujaratFirst) February 28, 2026
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે એક લાચાર વ્યક્તિને ટોળું નિર્દયતાથી મારી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે દાંતા રેફરલ હોસ્પિટલ (Danta Referral Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પીડિત રિક્ષાચાલકે દાંતા પોલીસ મથક (Danta Police Station) ખાતે અજાણ્યા ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃVav-Tharad: 'ગેનીબેન સારું ભોજન જમે, ઠાકોરના છોકરા લૂખું' ભૂવાજી આવ્યા DJ ના સમર્થનમાં
આ પણ વાંચોઃ સંભલ મસ્જિદ વિવાદના મુખ્ય યાચિકાકર્તા Rishirajgiri Bapu અંબાજીના શરણે, કેસ જીતશે તો..!


