Banaskantha ના ખેડૂતો માટે મોટી ખુશખબર, રુ.67 કરોડનો સિંચાઈ પ્રોજેક્ટ મંજૂર
- બનાસકાંઠા (Banaskantha) ના ખેડૂતો માટે મોટી ખુશખબર
- 67 કરોડના પાયલોટ પ્રોજેક્ટને મળી મંજૂરી
- દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલથી મળશે પાણી
- આશરે 3600 એકર વિસ્તારને થશે સીધો ફાયદો
- ખેતરો સુધી ફુવારા-ટપક પદ્ધતિનું નેટવર્ક જોડાશે
- પ્રેસરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમને લીલી ઝંડી
Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખેતી અને સિંચાઈ ક્ષેત્રે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ આધારિત રુ.67 કરોડના ખર્ચે તૈયાર થનારા વિશેષ પાયલોટ પ્રોજેક્ટને સરકાર દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના હજારો ખેડૂતોને સીધો આર્થિક અને કૃષિ વિષયક ફાયદો થશે.
મુખ્યમંત્રીની બનાસકાંઠા (Banaskantha) ને મોટી ભેટ
આ પ્રોજેક્ટ હેઠળ દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ દ્વારા આશરે 3600 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ વાત એ છે કે, સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના ખેતર સુધી સીધું જ નેટવર્ક પહોંચાડવામાં આવશે. જેનાથી ખેડૂતોને પાણીના વ્યય વગર પૂરતી સિંચાઈ મળી રહેશે.
બનાસકાંઠાના ખેડૂતો માટે મોટી ખુશખબર
67 કરોડના પાયલોટ પ્રોજેક્ટને મળી મંજૂરી
દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલથી મળશે પાણી#GujaratHigh Court #RameshVaja #GujCITOC #Veraval #GirSomnath #BailGranted #GujaratFirst #BreakingNews #LegalUpdate #GujaratPolice pic.twitter.com/s2TX9Topuu— Gujarat First (@GujaratFirst) May 9, 2026
શું છે PINS ટેકનોલોજી?
આ પ્રોજેક્ટ રાજ્યનો પ્રથમ એવો પાયલોટ પ્રોજેક્ટ છે જેમાં પ્રેસરાઇઝ ઇરિગેશન નેટવર્ક સિસ્ટમ (PINS) નો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમ અંતર્ગત ખેડૂતોના ખેતરો સુધી પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડી તેને ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ (Micro Irrigation) સાથે જોડવામાં આવશે. આ પદ્ધતિથી ઓછા પાણીએ વધુ પાક લઈ શકાશે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે.
ખેડૂતોએ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીનો આભાર
માઈક્રો ઈરિગેશન ક્ષેત્રે રાજ્યના આ પ્રથમ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટની મંજૂરી મળતા બનાસકાંઠાના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય બદલ ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં સમગ્ર રાજ્ય માટે સિંચાઈનું રોલ મોડેલ સાબિત થશે.
આ પણ વાંચો:Somnath મંદિરના પુનઃ નિર્માણના અમૃત મહોત્સવનો પ્રારંભ, પાઠાત્મક અતિરૂદ્રથી વાતાવરણ બન્યું શિવમય


