Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha News: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે તંત્ર એક્શનમાં, હવે મામલતદાર દ્વારા નોંધાઈ ફરિયાદ

Banaskantha News: ડીસામાં એક વર્ષ અગાઉ ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ (Deesa Firecracker factory blast) ના મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં 22 પરપ્રાંતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે હવે આ કેસમાં ડીસા મામલતદાર દ્વારા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
banaskantha news  ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે તંત્ર એક્શનમાં  હવે મામલતદાર દ્વારા નોંધાઈ ફરિયાદ
Advertisement

Banaskantha News: ડીસામાં એક વર્ષ અગાઉ ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ (Deesa Firecracker factory blast) ના મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં 22 પરપ્રાંતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે હવે આ કેસમાં ડીસા મામલતદાર દ્વારા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત આવી સામે

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આ ફેક્ટરીનો કોઈ પણ પ્રકારનો વીમો (Insurance) લેવામાં આવ્યો નહોતો, જે બેદરકારીનું મોટું પ્રમાણ છે.

Advertisement

મૃતકોના પરિવારજનોએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના કડક હુકમ બાદ વહીવટી તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. એક તરફ તંત્રની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી તરફ મૃતક શ્રમિકોના પરિવારજનોએ ન્યાયની આશા સાથે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

Advertisement

જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી

ગેરકાયદેસર પ્રવૃત્તિ અને જવાબદારોની બેદરકારીને કારણે 22 પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે હવે પીડિત પરિવારો આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:  Gandhinagar News: અમિતભાઈ શાહના હસ્તે 'આનંદમ્' તળાવનું લોકાર્પણ, રુ. 18 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ

Tags :
Advertisement

.

×