Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Banaskantha: ડીસાના લુણપુર પાસે બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત! સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો

બનાસકાંઠા ના ડીસા તાલુકાના લુણપુર (Lunpur) પાસે બે મોટરસાયકલ સામસામે ટકરાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ બાઈક સવારોના કરુણ મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ (Police) કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
banaskantha  ડીસાના લુણપુર પાસે બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત  સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો
Advertisement
  • Banaskantha Accident: ડીસાના લુણપુર પાસે અકસ્માત
  • બે બાઈક સામસામે ટકરાતા અકસ્માત
  • બાઈક સવાર ત્રણના મોત

Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના ડીસા (Deesa) તાલુકામાં આજે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ડીસાના લુણપુર (Lunpur) ગામ પાસે બે બાઈક વચ્ચે સામસામે પ્રચંડ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકનો કુચ્ચો થઈ ગયો હતો. જેથી ઘટનાસ્થળે જ અરેરાટી વ્યાપી ગઈ હતી. માર્ગ પરથી પસાર થતા લોકો મદદે દોડી આવ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં 3 યુવાનને જીવ ગુમાવ્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Banaskantha Accident: ત્રણ આશાસ્પદ યુવાનોના મોત

આ અકસ્માતમાં સૌથી દુખદ બાબત એ રહી કે બંને બાઈક પર સવાર કુલ ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત (Accident) થતા જ ત્રણેય યુવાનો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સમગ્ર લુણપુર પંથકમાં માતમ છવાયો છે.

Advertisement

પોલીસ કાર્યવાહી

અકસ્માતની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ (Deesa Taluka Police) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચોઃ Kheda: મહિલાને હોટલમાં LC લેવા બોલાવનાર નડિયાદના આચાર્યની ધરપકડ! જાણો સમગ્ર ઘટના

Tags :
Advertisement

.

×