Banaskantha: ડીસામાં SOGનું સફળ ઓપરેશન, કંસારી ટોલનાકાથી 5 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
ડીસામાં નશાના વેપારને ડામવા પોલીસ સક્રિય બની છે. કંસારી ટોલનાકા પાસે SOGએ ઓપરેશનમાં જોગેશ ઠાકોર અને સાહિલ સોલંકીને 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવના હતા તે દિશામાં પોલીસની તપાસ
Advertisement
Banaskantha Desa News: બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં નશાનો કારોબાર કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ડીસાના કંસારી ટોલનાકા પાસેથી પસાર થતા બે શખ્સો પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ડ્રગ્સના આ દૂષણને ડામવા માટે પોલીસની આ કાર્યવાહીને પગલે ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

