Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Deesa ના રામપુરામાં ACB નો સપાટો, 15 હજારની લાંચ લેતા તલાટી રંગે હાથ પકડાઈ ગયા

બનાસકાંઠાના ડીસા તાલુકાના રામપુરા ગામમાં એસીબીએ મોટી કાર્યવાહી કરતા તલાટી કીર્તિ પ્રજાપતિને ૧૫ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. 15માં નાણાપંચના વિકાસ કામોના બિલો પાસ કરવા માટે તલાટીએ લાંચની માંગણી કરી હતી. એસીબીએ છટકું ગોઠવીને અધિકારીને રંગેહાથ પકડ્યા છે અને હાલ તેમની સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
deesa ના રામપુરામાં acb નો સપાટો  15 હજારની લાંચ લેતા તલાટી રંગે હાથ પકડાઈ ગયા
Advertisement
  • Deesa ના રામપુરા ગામના તલાટી લાંચ લેતા ઝડપાયા
  • એસીબીએ તલાટી કીર્તિ પ્રજાપતિને રંગેહાથ પકડી પાડ્યા
  • વિકાસ કામના બિલ પાસ કરવા માંગી લાંચ

Deesa Talati Kirti Prajapati Arrest: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકાના રામપુરા ગામમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. રામપુરા (Rampura) ગામના તલાટી કમ મંત્રી કીર્તિ પ્રજાપતિ (Kirti Prajapati) વિકાસ કામોના બિલો પાસ કરવાના બદલામાં લાંચની માંગણી કરતા એસીબીના સકંજામાં આવ્યા છે.

લાંચિયા અધિકારીઓમાં ફફડાટ!

મળતી જાણકારી અનુસાર ફરિયાદીએ 15મા નાણાપંચ હેઠળ રામપુરા ગામમાં વિકાસ કાર્યો કર્યા હતા. આ કામો સંબંધિત બિલો મંજૂર કરવા અને જરૂરી મંજૂરી આપવા માટે રામપુરા ગ્રામ પંચાયતના તલાટી કીર્તિ  પ્રજાપતિએ કથિત રીતે ટકાવારી કમિશન તરીકે 15,000 રૂપિયાની ગેરકાયદેસર લાંચ માંગી હતી. જેથી ACB (Anti-Corruption Bureau) ની ટીમે છટકું ગોઠવ્યું હતુ. જે બાદ  ACB એ તલાટીને 15 હજાર રૂપિયાની રોકડ રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ રેડથી  સરકારી કચેરીઓમાં વચેટિયાઓ અને લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

ભ્રષ્ટ તલાટી સામે કાર્યવાહી તેજ

લાંચ લેતા ઝડપાયેલા તલાટી કીર્તિ પ્રજાપતિની અટકાયત કરીને એસીબીએ આગળની તપાસ તેજ કરી છે. આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસીબીની ટીમ હવે એ બાબતની પણ તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ કોઈ બિલોમાં આવી રીતે ગેરરીતિ (Irregularity) આચરવામાં આવી છે કે નહીં.

Advertisement

આ પણ વાંચોઃVav-Tharad: પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું Kidnapping, પરિવાર મૂકાયો ચિંતામાં, જાણો મામલ

Tags :
Advertisement

.

×