Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha: ધાનેરા નગરપાલિકાની ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી, જો ફાયર સેફ્ટી નથી તો..!

Banaskantha: ધાનેરામાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર શોપિંગ સેન્ટરને નગરપાલિકાએ સીલ કર્યું છે. વારંવાર નોટિસ છતાં સુવિધાઓ ન વધારતા પોલીસ બંદોબસ્ત સાથે આ કડક કાર્યવાહી કરાઈ હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું કે લોકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થશે નહીં. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને આગામી દિવસોમાં વધુ તપાસના સંકેત અપાયા છે.
banaskantha  ધાનેરા નગરપાલિકાની ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી  જો ફાયર સેફ્ટી નથી તો
Advertisement
  • Banaskantha: નિયમો તોડનાર શોપિંગ સેન્ટરને તંત્રએ સીલ કર્યું
  • વારંવાર નોટિસ આપવા છતાં બેદરકારી રાખતા કડક પગલાં લીધાં
  • તંત્રએ સ્પષ્ટ કર્યું કે લોકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરાશે નહીં
  • આગામી દિવસોમાં પણ કડક તપાસ હાથ ધરાશે
 
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી (Fire Safety) બાબતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા એક મોટા શોપિંગ સેન્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવામાં છતાં જરૂરી ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાવતા આખું શોપિંગ સેન્ટર સીલ (Shopping center seal) કરવામાં આવ્યું છે, જેના પગલે વેપારીઓમાં દોડધામ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નગરપાલિકાએ કડક પગલું ભર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરા નગરપાલિકા (Dhanera Municipality) એ અગાઉથી જ સંબંધિત શોપિંગ સેન્ટરને ફાયર સેફ્ટી બાબતે નોટિસ આપી હતી. તેમાં ફાયર એક્સ્ટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એલાર્મ સિસ્ટમ સહિતની આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં લાંબા સમય સુધી પાલના ન થતાં અંતે નગરપાલિકાએ કડક પગલું ભર્યું છે.

'સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે'

નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે શોપિંગ સેન્ટર પર પહોંચી કાર્યવાહી કરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ હાજરીમાં સમગ્ર શોપિંગ સેન્ટરને સીલ કરવામાં આવ્યું. આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે લોકોની જાનમાલની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરાશે નહીં.

Banaskantha:  'આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશ'

dhanera_palika_mall_seal_gujaratfirst 4

Advertisement

નગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ફાયર સેફ્ટીના નિયમો માત્ર કાગળ પર જ નહીં પરંતુ વાસ્તવિક રીતે અમલમાં હોવા જોઈએ. ભીડભાડવાળા શોપિંગ સેન્ટરોમાં આગ જેવી દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાની થવાની શક્યતા રહે છે, જેને ધ્યાને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ ધાનેરા નગરપાલિકાએ સંકેત આપ્યો છે કે જો શહેરમાં વધુ કડક તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શોપિંગ સેન્ટરો અને વ્યાવસાયિક સંકુલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓનો અભાવ સામે આવી શકે છે. આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા વધુ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

Advertisement

નગરપાલિકાની આ કાર્યવાહી બાદ વેપારીઓમાં ડરનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી અનિવાર્ય રહેશે.

અહેવાલ - કમલેશ નાંભાણી બનાસકાંઠા 

આ પણ વાંચોઃ Ahmedabad: મોરૈયા ગામની 2 કંપનીઓ ભડભડ સળગી, આગ લાગવાનું કારણ અકબંધ!

Tags :
Advertisement

.

×