Banaskanth: ધાનેરામાં અનરાધાર વરસાદ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
બનાસકાંઠાના ધાનેરામાં મોડી રાત્રે 2 ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને તુલસીનગર સર્વિસ રોડ પર સ્થિતિ ગંભીર બની છે. સામાન્ય વરસાદમાં જ શહેરમાં પાણી ભરાતા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ નબળી ડ્રેનેજ વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો છે અને તંત્રને તાત્કાલિક યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માટે માગણી કરી છે.
Advertisement
Banaskantha Rain News: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ધાનેરા (Dhanera) પંથકમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે પ્રભાવિત કર્યું છે. માત્ર થોડા જ કલાકોમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. વરસાદના કારણે ચારેબાજુ પાણી-પાણી (Waterlogging) જોવા મળી રહ્યું છે, જેના લીધે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

