Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીની મહેનત રંગ લાવી! Banaskantha ને મળ્યું પહેલું સિવિલ એરપોર્ટ, જાણો ખાસિયત

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વિકાસમાં આજે એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ઉત્તર ગુજરાતના મુખ્ય વેપારી મથક ગણાતા ડીસા (Deesa) ને પ્રથમ 'સિવિલ એરપોર્ટ' (Civil Airport) તરીકેની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતાની સાથે જ બનાસકાંઠા હવે હવાઈ માર્ગે વિશ્વ સાથે જોડાવા માટે સજ્જ બન્યું છે.
રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીની મહેનત રંગ લાવી  banaskantha ને મળ્યું પહેલું સિવિલ એરપોર્ટ  જાણો ખાસિયત
Advertisement
  • બનાસકાંઠા (Banaskantha) જિલ્લાને મળ્યું પ્રથમ સિવિલ એરપોર્ટ (Civil Airport)  નું ગૌરવ
  • ડીસા એરપોર્ટ (Deesa Airport) ને સિવિલ એરપોર્ટ તરીકે મંજૂરી મળી
  • ગુજરાતનો સૌથી મોટો 3.3 કિ.મી લાંબો રનવે
  • રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી (Praveen Mali) ની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ

Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વિકાસમાં આજે એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ઉત્તર ગુજરાતના મુખ્ય વેપારી મથક ગણાતા ડીસા (Deesa) ને પ્રથમ 'સિવિલ એરપોર્ટ' (Civil Airport) તરીકેની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતાની સાથે જ બનાસકાંઠા હવે હવાઈ માર્ગે વિશ્વ સાથે જોડાવા માટે સજ્જ બન્યું છે.

એરફોર્સ સ્ટેશન હવે સિવિલ એવિએશન માટે પણ વપરાશે

ડીસા શહેરથી અંદાજે 18 કિલોમીટર દૂર આવેલા એરફોર્સ સ્ટેશનમાં જ હવે સિવિલ એરપોર્ટ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે અહીં ભારતીય વાયુસેના (Air Force) અને સિવિલ એવિએશન (નાગરિક ઉડ્ડયન) બંનેના સંયુક્ત ઉપયોગ માટે સુવિધાઓ ઊભી કરાશે. આ નિર્ણયથી સંરક્ષણની સાથે સાથે પ્રાદેશિક કનેક્ટિવિટીને પણ મોટો વેગ મળશે.

Advertisement

Banaskantha-deesa Civil Airport-Gujarat first

Advertisement

ગુજરાતનો સૌથી લાંબો રનવે અને વિશાળ વિસ્તાર

ડીસા એરપોર્ટ અનેક બાબતોમાં અનોખું સાબિત થશે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં 3.3 કિલોમીટરલાંબો રનવે તૈયાર કરવામાં આવશે, જે સમગ્ર ગુજરાતનો સૌથી મોટો રનવે ગણાશે. આ એરપોર્ટ અંદાજે 4,500 એકર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, જે ભવિષ્યના વિસ્તરણ માટે પણ પૂરતું છે.

આ પણ વાંચો:  રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ લીધી Gujarat First ની મુલાકાત

રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના પ્રયત્નો ફળ્યા

ડીસામાં સિવિલ એરપોર્ટની મંજૂરી પાછળ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાનાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળી (Pravinbhai Mali) નો સિંહફાળો રહ્યો છે. તેઓ અને બનાસકાંઠાના અન્ય આગેવાનો લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરી રહ્યા હતા. આખરે આ લાંબા સમયની માંગણી સંતોષાતા બનાસકાંઠાના વેપારીઓ અને નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Banaskantha-deesa Civil Airport-Gujarat first

વ્યાપાર અને પર્યટનને મળશે વેગ

ડીસા એ બટાકાના હબ તરીકે ઓળખાય છે. સિવિલ એરપોર્ટ મળવાથી અહીંના કૃષિ ઉત્પાદનોના એક્સપોર્ટ અને વેપાર-ઉદ્યોગને નવી પાંખો મળશે. આ ઉપરાંત, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓ માટે પણ મુસાફરી વધુ સરળ બનશે.

આ પણ વાંચો: Vadodara: ઘરેથી નીકળ્યો અને ખેતરમાં લટકતી હાલતમાં મળ્યો દેહ, માત્ર પાવાગઢ જવાની જીદમાં વેરવિખેર થયો પરિવાર!

Tags :
Advertisement

.

×