Banaskantha : વડગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Banaskantha માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીમાં સ્થળ પરથી એક લિટરના પેકિંગમાં ગાયનું શંકાસ્પદ ઘી અને શંકાસ્પદ લૂઝ ઘીનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ ઘીને સાચા જેવું બતાવવા માટે તેમાં ભેળસેળ માટેના કલર, ફ્લેવર અને વેજીટેબલ ફેટ પણ મળી આવ્યા છે.
Advertisement
- માહી ગામે નકલી ઘીની ફેક્ટરી પર ત્રાટક્યું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ
- જૈનમ બ્રાન્ડના નામે ચાલતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ
- ખુશ્બુ એન્ટરપ્રાઇઝના માલિક પાસે નહોતો કોઈ કાયદેસરનો પરવાનો
- સોયાબીન, પામોલીન, વનસ્પતિ તેલમાંથી બનાવાતું હતું શંકાસ્પદ ઘી
- એક લિટરના પેકિંગમાં ગાયનું ઘી અને લૂઝ ઘીનો મોટો જથ્થો ઝડપાયો
Banaskantha : બનાસકાંઠા ((Banaskantha)) ના વડગામમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. માહી ગામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો ત્રાટકી છે. અને જૈનમ બ્રાન્ડના નામે ચાલતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, માલિક પાસે ઘી બનાવવા અંગેનો કોઇ કાયદેસરનો પરવાનો નહતો. વિવિધ પ્રકારના તેલમાંથી ઘી બનાવવામાં આવતું હોવાનું હાલ સુધીની તપાસમાં સામે આવ્યું છે. હવે આ મામલવે આગળની તપાસમાં શું સામે આવે છે, તે જોવું રહ્યું.

