Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: દાંતાની શાળામાં ધર્મ પરિવર્તનના આરોપ, 'જેસીબી ફેરવી દેવાની' ચીમકી!

Banaskantha: દાંતામાં એબેનેઝર ખાનગી શાળામાં કથિત ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંગઠનો અને VHP એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આદિવાસીઓને લાલચ આપી ધર્માંતરણ કરાવવાના આરોપ સાથે મામલતદારને આવેદન અપાયું હતું. VHP પ્રમુખે તંત્ર કાર્યવાહી નહીં કરે તો જેસીબીથી બાંધકામ તોડી પાડવાની અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
banaskantha  દાંતાની શાળામાં ધર્મ પરિવર્તનના આરોપ   જેસીબી ફેરવી દેવાની  ચીમકી
Advertisement
  • Banaskantha: દાંતા એબેનેઝર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનને લઈને રોષ
  • દાંતાના બજારથી બેનર સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન
  • બેનર મા લખ્યું છે કે 'સરસ્વતી ગુમ છે બસ ઈસુ ખ્રિસ્તીની ચારેબાજુ ધૂમ છે'

Banaskantha News: દાંતામાં હિન્દુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન બનાસકાંઠા જિલ્લાના દાંતા (Danta) તાલુકામાં આવેલી એબેનેઝર ખાનગી શાળા (Ebenezer School) અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. શાળામાં કથિત રીતે ધર્મ પરિવર્તન (Conversion) ની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના ગંભીર આરોપો સાથે સ્થાનિક હિન્દુ ધર્મ પ્રેમી સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દાંતાના બજારમાં મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે ઉમટી પડ્યા હતા અને શાળા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

"સરસ્વતી ગુમ છે, ચારેકોર ઈસુની ધૂમ છે" ના બેનરો

સાથે રેલી વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોના હાથમાં રહેલા બેનરોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બેનર પર લખ્યું હતું કે, "એબેનેજર સ્કૂલમાં સરસ્વતી ગુમ છે, બસ ઈસુ ખ્રિસ્તીની ચારેબાજુ ધૂમ છે." આક્રોશિત ભીડે દાંતા બજારથી રેલી કાઢી મામલતદાર કચેરી (Mamlatdar  Office) સુધી કૂચ કરી હતી. દેખાવકારોનો આરોપ છે કે શિક્ષણના ધામમાં ચોક્કસ ધર્મનો પ્રચાર કરીને બાળકો અને ભોળા આદિવાસીઓના માનસ પર અસર કરવામાં આવી રહી છે.

Advertisement

Banaskantha News: પ્રાર્થનાનો વિડિયો વાયરલ થતા વિવાદ વકર્યો

આ વિવાદની શરૂઆત થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોથી થઈ હતી. આ વિડિયોમાં શાળામાં થતી પ્રાર્થનામાં હિન્દુ દેવી-દેવતાઓના ફોટા ગેરહાજર હોવાનું અને માત્ર ખ્રિસ્તી ધર્મ (Christianity) ને લગતી પ્રાર્થનાઓ કરાવવામાં આવતી હોવાનું દેખાયું હતું. આ વિડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનો સક્રિય થયા હતા અને તપાસની માંગ કરી હતી.

Advertisement

આદિવાસી સમાજનો ગંભીર આરોપ

રેલીમાં જોડાયેલા એક આદિવાસી વ્યક્તિએ મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, "જ્યારે અમે શાળામાં ગયા ત્યારે જોયું કે ટેબલ પર ક્રોસ મારેલો હતો. ત્યાં ભારત માતા કે સરસ્વતી માતાનો કોઈ ફોટો નહોતો. અમારા વિસ્તારના અભણ અને ભોળા લોકોને અનાજની લાલચ આપીને ત્યાં લાવી પ્રાર્થના કરાવવામાં આવે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રવૃત્તિઓને કારણે સમાજમાં ભાગલા પડી રહ્યા છે અને સામાજિક પ્રસંગોમાં અગવડ ઊભી થઈ રહી છે.

Banaskantha: મામલતદારને આવેદનપત્ર

વિશ્વ હિન્દુ પરિષદના દાંતા પ્રમુખ જયરાજસિંહ બારોટે (Jayarajsingh Barot) આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું "જો તંત્ર દ્વારા આ શાળા સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો અમે પોતે પગલાં ભરીશું. જો જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો જેસીબી લાવીને બાંધકામ ઉખેડીશું. તાળાબંધી કરવાની થશે તો પણ કરીશું અને ધરણા પર ઉતરી જઈશુ"

તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ

હાલમાં દાંતામાં તંગદિલીનો માહોલ છે. હિન્દુ સંગઠનોની માંગ છે કે આ શાળામાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચલાવનારાઓ સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવે. જો તંત્ર દ્વારા આગામી દિવસોમાં સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Vav-Tharad: મહિલા PI એ ઈન્સ્ટાગ્રામ પર મોકલી ફ્રેન્ડ રિક્વેસ્ટ!, પછી પકડ્યો દુષ્કર્મના આરોપીને!

Tags :
Advertisement

.

×