Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની સ્પષ્ટતા છતાં સમાજમાંથી બહાર!

ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મામલે ઝાબડિયા (Zabadiya) ગામે ગબ્બર ઠાકોર (Gabbar Thakor) અને અર્જુન ઠાકોરે (Arjun Thakor) સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે 42 ગોળના નિયમ મુજબ જાનમાં ડીજે (DJ) લઈ જવાની મનાઈ છે, જેનું તેમણે પાલન કર્યું છે. ઘરે ડીજે વગાડવું તે બંધારણ વિરુદ્ધ નથી. તેમણે પોતાને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.
banaskantha  સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની સ્પષ્ટતા છતાં સમાજમાંથી બહાર
Advertisement
  • Banaskantha: ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો
  • ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી જાબડીયા ગામ
  • સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે કરી વાતચીત
  • બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી: ગબ્બર ઠાકોર

Banaskantha:હાલમાં ઠાકોર સમાજ (Thakor Samaj) ના બંધારણના ઉલ્લંઘનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદના કેન્દ્રમાં જાણીતા લોકગાયક ગબ્બર ઠાકોર (Gabbar Thakor) અને અર્જુન ઠાકોર (Arjun Thakor) છે. ઝાબડિયા (Zabadiya) ગામમાં આ મામલે ભારે ચર્ચા જાગી છે કે શું આ કલાકારોએ સમાજના નીતિ-નિયમોનું ઉલ્લંઘન કર્યું છે? આ વિવાદને જાણવા માટે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી.

Banaskantha: કલાકારોએ બંધારણ ઉલ્લંઘનની વાત નકારી

જ્યારે વિવાદ વકર્યો ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે સીધા ઝાબડિયા (Zabadiya) ગામની મુલાકાત લીધી હતી. ત્યાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે રૂબરૂ વાતચીત કરવામાં આવી હતી. સમાજમાં એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે લગ્ન પ્રસંગમાં નિયમોનો ભંગ થયો છે, પરંતુ કલાકારોએ આ બાબતને સદંતર નકારી કાઢી છે.

Advertisement

Banaskantha: "નિયમ જાન માટે છે, ઘર માટે નહીં"

ગબ્બર ઠાકોરે (Gabbar Thakor) જણાવ્યું હતું કે, "અમે બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. 42 ગોળ (42 Gol) ઠાકોર સમાજના બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જાન (Jan/Wedding Procession) માં ડીજે (DJ) લઈને જવું નહીં. અમે જાનમાં ડીજે લઈ ગયા નથી." તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે બંધારણ મુજબ ડીજે માત્ર ઘરે વગાડી શકાય છે, અને તેમણે તે જ નિયમનું પાલન કર્યું છે. તેમણે તીખા તેવરમાં ઉમેર્યું કે, "આટલો વિરોધ જો દારૂ (Liquor) કે અન્ય બદીઓ સામે કરવામાં આવ્યો હોત, તો સમાજને મોટો ફાયદો થયો હોત. 150 મકાનો તૂટ્યા ત્યારે કોઈ બોલ્યું નહીં, અને અત્યારે ડીજેના નામે વિવાદ કરવામાં આવી રહ્યો છે."

Advertisement

અર્જુન ઠાકોરની લાગણી: "સમાજ અમારો મા-બાપ છે"

અર્જુન ઠાકોરે (Arjun Thakor) ભાવુક સ્વરે જણાવ્યું કે તેઓ ક્યારેય સમાજની વિરુદ્ધ જઈ શકે નહીં. તેમણે કહ્યું, "સમાજ અમારો મા-બાપ છે. આજે લાઈવ ડીજે (Live DJ) અને પ્રોગ્રામો બધે જ ચાલુ છે, પણ લોકોને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જ કેમ દેખાય છે?"

આ પણ વાંચોઃ Banaskantha: Love Marriage કરનાર ભુવાજી પર હુમલો, 15થી વધુ શખ્સોનું ટોળું તૂટી પડ્યું!

1 વર્ષ માટે સમાજથી બહાર

જોકે બંધારણના ઉલ્લંઘન બાદ જાબડીયા ખાતેની બેઠકમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર મુકાયા છે. એક વર્ષ બાદ ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને પરત લેવાની વિચારણા કરશે. ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકી અને ગુણદોષને આધારે યોગ્ય દંડ પણ કરવામાં આવશે. સામાજિક આર્થિક અને ધંધાકીય કોઈપણ બાબતોનો સાથ સહકાર સમાજ આપશે નહીં જો સાથ આપશે તો તે પણ દોષિત ગણાશે. ગબ્બર અને અર્જુન ઠાકોર ને સોશિયલ મીડિયામાંથી ઠાકોર સમાજમાંથી અન ફોલો કરવાનું કહ્યું છે.

સાંસદ ગેનીબેને આપી પ્રતિક્રિયા

સાંસદ ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) એ વિડિયો કોલના માધ્યમથી સંબોધન કર્યું છે. તેમણે કહ્યું અર્જુન અને ગબ્બર ઠાકોર સાથે કોઈ વ્યવહાર નહીં કરવામાં આવે અને સમાજના આગેવાનો જે કહે તે પ્રમાણે કરવાનું રહેશે. સમાજ સારું બંધારણ બનાવ્યું હતું ડી.જેનો ઉપયોગ ન કરવાનું હતું. તમામ સમાજોય અનુકરણ કર્યું છે છતાં નિયમો તોડ્યા છે. ગબ્બર અને અર્જુનને સમાજ બહાર મૂકી અને બરાબર એક વર્ષ બાદ અભિપ્રાય બાદ વિચારણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે નવા ઘડાયેલા બંધારણ મુદ્દે હવે ઠાકોર સમાજ સહેજ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. તે તેમના બંધારણ પ્રત્યે મક્કમ હોવાનું સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Banaskantha: ઠાકોર સમાજમાં મોટો વિવાદ, સિંગર ગબ્બર અને અર્જુન ઠાકોરને 'સમાજ બહાર' કરવાની પોસ્ટ વાયરલ!

Tags :
Advertisement

.

×