Kon Banshe Gujarat No Genius: મહેનત અને મક્કમ નિર્ધાર હોય તો સફળતા ચોક્કસ મળે છે. વાવ તાલુકાના એક સામાન્ય ખેડૂત પુત્રએ આ વાત ફરી એકવાર સાબિત કરી બતાવી છે. ગુજરાતના સૌથી મોટા મેગા ક્વિઝ શો "કોણ બનશે ગુજરાતનો જીનિયસ?"ના પ્રથમ રાઉન્ડમાં બનાસકાંઠાના યુવાને પોતાની બુદ્ધિપ્રતિભાનો પરચો આપ્યો છે.
બનાસકાંઠાના ખેડૂત પુત્ર હાર્દિક દેસાઈએ પાસ કર્યો ડિજિટલ દંગલ રાઉન્ડ
વાવ તાલુકાના કાકર ગામના વતની અને ખેતીકામ સાથે સંકળાયેલા હાર્દિક દેસાઈએ 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા આયોજિત "કોણ બનશે ગુજરાતનો જીનિયસ?" સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ એટલે કે 'ડિજિટલ દંગલ'માં શાનદાર સફળતા મેળવી છે. હાર્દિકે તમામ 30 સવાલોના સાચા જવાબ આપીને પોતાની તેજસ્વીતા સાબિત કરી છે.
સંઘર્ષ અને સપનાની સફર
હાર્દિક દેસાઈ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતા સુરતમાં તબેલામાં રહીને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આટલી કપરી પરિસ્થિતિમાં પણ હાર્દિકે હિંમત હાર્યા વગર ગામમાં રહીને ખેતીકામ કરવાની સાથે સાથે GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ ચાલુ રાખી છે. હાર્દિકનું આ સંઘર્ષમય જીવન અન્ય યુવાનો માટે એક મોટી પ્રેરણા છે.
અનોખી ઉજવણી અને સન્માન
હાર્દિકની આ સિદ્ધિ બદલ 'ગુજરાત ફર્સ્ટ'ની ટીમે તેમના ઘરે પહોંચીને તેમને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. આ ગૌરવપૂર્ણ ક્ષણે હાર્દિકના ભાઈ અને મિત્રોએ ગામમાં ગોળ-ધાણા વહેંચીને આનંદની અનોખી ઉજવણી કરી હતી. હાર્દિકે આ તકે સોશિયલ મીડિયા પર રીલ જોઈને સમય બગાડતા યુવાનોને સંદેશ આપતા કહ્યું હતું કે, "સમય કિંમતી છે, તેનો સદુપયોગ કરીને લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ વધવું જોઈએ.
તમારી પાસે છે તક!
હાર્દિક દેસાઈની જેમ તમે પણ આ સ્પર્ધામાં જોડાઈ શકો છો. ભાગ લેવા માટે 9925125133 નંબર પર WhatsApp માં 'HI' મેસેજ કરો અથવા QR કોડ સ્કેન કરીને સીધા જ ડિજિટલ રાઉન્ડમાં જોડાઈ શકો છો.
વિજેતાઓ માટે Smartwatch,Smartphone,Laptop અને દેશ-વિદેશની ટૂર જેવા ભવ્ય ઈનામો રાખવામાં આવ્યા છે. તો રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટ્રેશન કરો અને સાબિત કરો કે તમે પણ બની શકો છો ગુજરાતના જીનિયસ!
આ પણ વાંચો: Gujarat Mega Quiz Contest: માત્ર ફરિયાદ નહીં, જ્ઞાનથી બદલાવ લાવો! શું તમે ગુજરાતના જીનિયસ બનવા તૈયાર છો?