Kaun Banshe Gujarat No Genius: કંસારી ગામના ખેડૂતપુત્ર હરેશભાઈ બન્યા 'ગુજરાતનો જીનિયસ'
Kaun Banshe Gujarat No Genius: બનાસકાંઠાના કંસારી ગામના ખેડૂતપુત્ર અને ગ્રામસેવક હરેશભાઈએ અથાક મહેનતથી 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' સ્પર્ધા જીતીને મોટી સિદ્ધિ મેળવી છે. હજારો સ્પર્ધકોને માત આપીને સોશિયલ મીડિયાના સદુપયોગથી જ્ઞાન મેળવનાર હરેશભાઈએ ગ્રામસેવકથી જીનિયસ સુધીની સફર ખેડીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
Advertisement
Kaun Banshe Gujarat No Genius: "મહેનત અને આત્મવિશ્વાસ હોય તો સપનાઓને સફળતાની ઉડાન મળતા વાર નથી લાગતી" – આ વાક્યને સાચું કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંસારી ગામના રહેવાસી અને ખેડૂતપુત્ર હરેશભાઈએ. રાજ્યના સૌથી મોટા જ્ઞાન મહાસંગ્રામ 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' (Kaun Banshe Gujarat No Genius) સ્પર્ધામાં પોતાની અદ્ભુત પ્રતિભાના બળે વિજેતા બનીને હરેશભાઈએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

