Banaskantha : ‘યાત્રા’ના બહાને વિશ્વાસઘાત! પાલનપુરમાં લોકો પાસેથી ઉઘરાવ્યા હજારો રૂપિયા
- Banaskantha મા યાત્રા કરવા મોકલવાના બહાને ઠગાઈ
- પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
- ટિકિટ આપનાર બે એજન્ટની કરાઈ અટકાયત
- લોકોએ રૂપિયા આપ્યા પણ યાત્રા ના કરી શકયા
- હરિદ્વાર યાત્રાના નામે ઉઘરાવ્યા રૂપિયા
Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં (palanpur) યાત્રાના (yatra) બહાને ઠગાઈ (chiting) થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે લોકો સાથે ઠગાઈ થતા ટોળું પોલીસ સ્ટેશન (police station) પહોંચ્યું હતું અને મામલો બિચકયો હતો. પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળા ઉમટતા પોલીસે તપાસ કરી છે અને ફરિયાદ નોંધી છે. પાલનપુર પશ્ચિમ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે 2 એજન્ટની (agent) પણ અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.ત્યારે આ કેસમાં લોકોને રૂપિયા પરત મળે તેવી માગ કરાઈ છે.
Banaskantha : પાલનપુરમાં યાત્રાના નામે કરી ઠગાઈ
પાલનપુરથી હરિદ્વાર યાત્રા કરાવવાના લઈ 150 થી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે અને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે, લોકો પાસેથી રૂપિયા લઈ લીધા પહોંચ પણ આપી દીધી અને મોટા સ્વપ્ન બતાવીને યાત્રા ના કરાવતા મામલો બિચકયો છે, આ ઘટનામાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ કરાઈ રહી છે. યાત્રાનો સમય આવ્યો ત્યારે લોકો બેગ ભરીને તૈયાર થઈ ગયા પણ આ યાત્રા તો દૂરની વાત છે તે પહેલા જ છેતરપિંડી થઈ ગઈ છે અને લોકો યાત્રા કરી શકયા ન હતા.
ટિકિટ વેચનાર બે એજન્ટોની અટકાયત
બસ, રહેવા-જમવાની કે અન્ય સુવિધાઓ અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ ઠગાઈનો ભોગ બનેલા લોકો પાલનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઘટનાને લઈને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Banaskantha : થરાદ સેશન્સ કોર્ટેનો મહત્ત્વનો ચુકાદો, દુષ્કર્મ કેસના આરોપીને સજા ફટકારીને દંડ કરાયો


