Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Banaskantha: હવે દેખાદેખી નહીં પણ શિક્ષણને મળશે પ્રાધાન્ય! રબારી સમાજનું 11 મુદ્દાનું નવું બંધારણ જાહેર

Banaskantha: આજે બનાસકાંઠાના ડીસા(Deesa) સ્થિત સમશેરપુરા ખાતે ઉત્તર ગુજરાતના રબારી સમાજ (Rabari samaj)નું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન સમાજના અગ્રણી અને ધાનેરાના (Dhanera) ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના (Mavjibhai Desai) નેતૃત્વમાં યોજાયું હતું.  જેમાં હજારોની સંખ્યામાં ઉમટેલા સમાજજનો અને મહિલાઓની ઉપસ્થિતિમાં સમાજના સર્વાંગી ઉત્થાન અને કુરિવાજોના નિર્મૂલન માટે 11 મુદ્દાઓનું નવું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે
banaskantha  હવે દેખાદેખી નહીં પણ શિક્ષણને મળશે પ્રાધાન્ય  રબારી સમાજનું 11 મુદ્દાનું નવું બંધારણ જાહેર
Advertisement
  • બનાસકાંઠાના (Banaskantha) ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન
  • રબારી સમાજના 11 મુદ્દાઓ પર ઘડાયું મહત્વપૂર્ણ બંધારણ
  • લગ્ન, મરણ, જન્મ, સગાઈ, મામેરું, આણું જેવા મુદ્દાઓ પર ચર્ચા
  • સામાજિક વ્યવહારો, અને દ્રષ્ટિ સાથેનું નવું બંધારણ
  • લોકો ભવિષ્યને લઈને નવાં વિચારો અને સંકલ્પો સાથે એકત્ર થયા

Banaskantha: આજે બનાસકાંઠાના ડીસા(Deesa) સ્થિત સમશેરપુરા ખાતે ઉત્તર ગુજરાતના રબારી સમાજ (Rabari samaj)નું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન સમાજના અગ્રણી અને ધાનેરાના (Dhanera) ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના (Mavjibhai Desai) નેતૃત્વમાં યોજાયું હતું.  જેમાં હજારોની સંખ્યામાં ઉમટેલા સમાજજનો અને મહિલાઓની ઉપસ્થિતિમાં સમાજના સર્વાંગી ઉત્થાન અને કુરિવાજોના નિર્મૂલન માટે 11 મુદ્દાઓનું નવું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે. આ સંમેલન માત્ર એક મેળાવડો નહીં, પરંતુ રબારી સમાજની આવતીકાલને ઉજ્જવળ બનાવવાનો એક મક્કમ નિર્ધાર સાબિત થયો છે.

નવા બંધારણમાં 11 મુદ્દાઓ સામેલ

1) જન્મ પ્રસંગ

ખોળો ભરવાની પરંપરા સાદગીથી રાખવી, દેખાદેખી અને ફાજલ ખર્ચ બંધ.
દીકરી–દિકરા વચ્ચે ભેદભાવ નહીં, સીમિત રકમ અને સાદું ભોજન રાખવું...

Advertisement

2) સગાઈ પ્રસંગ

સગાઈમાં મર્યાદિત રકમ સિવાય કોઈ ભેટ, દાગીના કે વાહન નહીં.
ફક્ત નજીકના સગા હાજર રહે અને કાર્યક્રમ સાદગીથી કરવો...

Advertisement

3) લગ્ન પ્રસંગ

લગ્નમાં વૈભવ, ડીજે, ફટાકડા અને ફાજલ ખર્ચ પર પ્રતિબંધ.
મર્યાદિત મહેમાનો, સાદું ભોજન અને શિક્ષણ ફંડ માટે સહયોગ પ્રોત્સાહિત..

4) મામેરા અને મોસાળ પ્રસંગ

મામેરા–મોસાળમાં નક્કી મર્યાદા મુજબ જ રકમ, ઓઢામણ પ્રથા બંધ.
ભવ્યતા નહીં, સાદગી રાખી વધારાની માંગ ટાળવી..

5) આણું

આણું ફક્ત બે વ્યક્તિએ જવું અને ₹૧૧૦૦/-થી વધુ ઓઢામણ નહીં.
કપડાં, દાગીના કે ભેટ આપવી નહીં, બીજું લગ્ન પણ સાદગીથી કરવું..

6) છૂટાછેડા

છૂટાછેડા પહેલા સમાજ સમિતિમાં રજૂ કરી સમાધાન કરવાનો પ્રયાસ.
બાળકો અને મિલકતનો ન્યાયસંગત નિર્ણય અને દંડનો ભાગ શિક્ષણ ફંડમાં...

7) શિક્ષણ ક્ષેત્ર

દીકરા–દીકરી બંનેને સમાન અને ઉચ્ચ શિક્ષણ આપવું ફરજિયાત.
હોશિયાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય આપવા પ્રોત્સાહન...

8) સમૂહલગ્ન પ્રસંગ

દરેક તાલુકામાં સમૂહલગ્ન યોજી ખર્ચ અને સમય બચાવવાનો હેતુ.
સમૂહલગ્ન બાદ અલગ જમણવાર નહીં અને ફાજલ ખર્ચ ટાળવો...

9) વ્યસન

સમાજના તમામ પ્રસંગોમાં દારૂ, નશો અને સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ.
સમાજને વ્યસનમુક્ત બનાવવા સર્વેનો સંકલ્પ...

10) મરણ પ્રસંગ

મરણ પ્રસંગે સાદગી, હલકું ભોજન અને અનાવશ્યક ખર્ચ નહીં.
શ્રદ્ધાંજલિની રકમ શિક્ષણ ફંડમાં જમા કરી સમયમર્યાદાનું પાલન...

11) અન્ય

હવન અને અન્ય ધાર્મિક ક્રિયા સાદગીપૂર્વક કરવી.
પ્લાસ્ટિક–થર્મોકોલ ટાળી સ્ટીલ અથવા માટીના કપ વાપરવા...

મહિલાઓની સક્રિય ભાગીદારી

આ સંમેલનની ખાસિયત એ રહી કે તેમાં મોટી સંખ્યામાં રબારી સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. સામાજિક સુધારાની આ લહેરમાં મહિલાઓના મજબૂત સમર્થનથી નવા બંધારણનો અમલ વધુ અસરકારક બનશે તેવો વિશ્વાસ અગ્રણીઓએ વ્યક્ત કર્યો છે.

ડીસાના સમશેરપુરામાં ઉમટેલા માનવ મહેરામણે આ નવા વિચારો અને સંકલ્પોને હર્ષનાદ સાથે વધાવી લીધા છે. આ નવું બંધારણ રબારી સમાજને આધુનિકતા અને સંસ્કારના સમન્વય સાથે એક નવી ઊંચાઈ પર લઈ જશે.

આ પણ વાંચો: Studio on Wheels: Channel Head Dr. Vivek Kumar Bhatt એ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે વિતાવ્યા 24 કલાક, જુઓ સાદગીનો સાક્ષાત્કાર!

Tags :
Advertisement

.

×