Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Banaskantha માં ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, એવું શું થશે જે સમાજને બદલી નાખશે!

Banaskantha: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન આવતીકાલે 4 જાન્યુઆરીના રોજ દિયોદર તાલુકાના ઓગડથળી (ઓગડ) ખાતે યોજાશે. આ સંમેલનમાં સમાજના નવા બંધારણની ઔપચારિક જાહેરાત અને અમલીકરણનો સંકલ્પ લેવામાં આવશે. ત્યારે ગુજરાત ફર્સ્ટની અનોખી મુહિમ 'STUDIO ON WHEELS' ઠાકોર સમાજના મહાસંમેલનમાં પહોંચશે અને મહાસંમેલનનું એક્સક્લુઝિવ કવરેજ કરી લાઈવ અપડેટ્સ આપશે.   
banaskantha માં ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન  એવું શું થશે જે સમાજને બદલી નાખશે
Advertisement
  • આવતીકાલે Banaskantha ના દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન
  • ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં થશે ધરમૂળથી ફેરફાર
  • સાંસદ ગેનીબેન, MLA અલ્પેશભાઈ સહિત આગેવાનો રહેશે હાજર
  • ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં ઘડાશે નવું બંધારણ
  • સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા 16 નિયમો
  • 'STUDIO ON WHEELS' પહોંચશે ઠાકોર સમાજના મહાસંમેલનમાં

Banaskantha:  બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ઠાકોર સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન આવતીકાલે 4 જાન્યુઆરીના રોજ દિયોદર તાલુકાના ઓગડથળી (ઓગડ) ખાતે યોજાશે. આ સંમેલનમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના નવા બંધારણની ઔપચારિક જાહેરાત અને અમલીકરણનો સંકલ્પ લેવામાં આવશે. ત્યારે ગુજરાત ફર્સ્ટની અનોખી મૂહિમ 'STUDIO ON WHEELS' ઠાકોર સમાજના મહાસંમેલનમાં પહોંચશે અને મહાસંમેલનનું એક્સક્લુઝિવ કવરેજ કરી લોકોને લાઈવ અપડેટ્સ આપશે.

ઠાકોર સમાજનું નવું બંધારણ ઘડાશે

આ બંધારણમાં ધરમૂળથી ફેરફાર કરીને સમાજમાં વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા માટે 16 જેટલા નવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલાં પાટણમાં પણ આ બંધારણનું વાંચન અને શપથ લેવડાવવામાં આવ્યા હતા.આ મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સહિત સમાજના મોટા આગેવાનો હાજર રહીને નવા નિયમોને મંજૂરી આપશે અને સમાજને સંબોધશે.

Advertisement

ઠાકોર સમાજના આકરા નિર્ણયોની અંદરની વાત

સમાજના આગેવાનોના મતે, આ નિયમો દ્વારા અતિશય ખર્ચ, DJ સહિતની ભભકાદાર વસ્તુઓ બેન અને નશાની આદતોને રોકીને સમાજને આર્થિક અને નૈતિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ છે. આ સાથે શિક્ષણ અને સામાજિક એકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઠાકોર સમાજના નવા બંધારણના મુખ્ય નિયમોનવા બંધારણમાં લગ્ન, સગાઈ, જમણવાર, મામેરું, જન્મદિવસ અને નશા જેવા મુદ્દાઓ પર કડક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.

Advertisement

ઠાકોર સમાજના નવા બંધારણના મુખ્ય નિયમો

સગાઈના પ્રસંગમાં હવે માત્ર 21 વ્યક્તિઓ જ જઈ શકશે

ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નાળિયેર, એક જોડી કપડાં જ આપી શકાશે

લગ્નપ્રસંગો માટે વર્ષમાં માત્ર બે માસ નક્કી કરાયા

મહા અને વૈશાખ સુદ 1 થી 15 સુધીના બે માસ લગ્ન માટે નક્કી કરાયા

લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રહેશે

જાનમાં 10 વર્ષથી ઉપરનાં બાળકો પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે

જાનમાં સનરૂફ કાર, DJ કે ગાડીઓની લાંબી કતારો લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ

લગ્ન પ્રસંગમાં માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડી શકાશે

લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી રસમ અને ઓઢમણા જેવી પ્રથાઓ સદંતર બંધ

જમણવારમાં મેનુ મર્યાદિત કરી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય

મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાને બદલે રોકડ ઓઢામણું

11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું કરવાનું રહેશે

મરણપ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢીનો ઉપયોગ કરવાની મર્યાદા નક્કી કરાઈ

જન્મદિવસની ઉજવણી પાછળ ખર્ચ કરવાને બદલે શૈક્ષણિક સંસ્થા કે લાઇબ્રેરીમાં દાન આપવું

મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને સમાજ દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં

કોઈપણ સામાજિક પ્રસંગમાં નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ

સંમેલનમાં 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' પણ પહોંચશે

આ નિયમોનો હેતુ સમાજમાં વધતા અતિશય ખર્ચને રોકવો, આર્થિક બોજ ઘટાડવો અને યુવાનોને શિક્ષણ તરફ વાળવાનો છે. સમાજના આગેવાનોના મતે, આ પરિવર્તનથી ઠાકોર સમાજ વધુ એકજૂટ અને પ્રગતિશીલ બનશે.આ સંમેલનમાં 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' પણ પહોંચીને આ ઐતિહાસિક ક્ષણને કવર કરશે. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે આ એક મોટો વળાંક સાબિત થશે, જેમાં જૂની કુરિવાજોને છોડીને નવા યુગની શરૂઆત થશે.

આ પણ વાંચો: Ambaji: પોષી પૂનમે અંબાજી પ્રાગટ્યોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર! શક્તિદ્વાર સુધી લાગી કતારો

Tags :
Advertisement

.

×