ગરમીમાં AC નો વપરાશ કરતા પહેલા આ સમાચાર વાંચી લેજો, Banaskantha માં સર્જાઈ મોટી દુર્ઘટના
- Banaskantha ના કાણોદર ગામે મકાનમાં AC ફાટતા સર્જાઈ દુર્ઘટના
- AC બ્લાસ્ટ બાદ ઘરમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરી
- ગંભીર ઈજાઓ થતા એક આશાસ્પદ યુવકનું કરુણ મોત
- કાણોદર હાઈવે પર આવેલી રહેણાંક સોસાયટીમાં બની ઘટના
- બ્લાસ્ટના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા
Banaskantha AC Blast: બનાસકાંઠા (Banaskantha) ના કાણોદર (Kanodar ગામે હાઈવે પર આવેલી એક રહેણાંક સોસાયટીમાં એસી ફાટવા (AC Blast) ની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મકાનમાં એસી બ્લાસ્ટ થવાની સાથે જ ઘરમાં શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘરમાં હાજર એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે.
Banaskantha ના કાણોદર ગામે મકાનમાં AC ફાટતા સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી મુજબ, કાણોદર હાઈવે નજીકની સોસાયટીમાં આવેલા એક મકાનમાં અચાનક એસી ફાટ્યું હતું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એસી ફાટ્યા બાદ ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આગની જ્વાળાઓ પ્રસરી હતી, જેમાં ફસાયેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન આશાસ્પદ યુવકનું કરુણ મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
ઉપકરણોની સુરક્ષા સામે મોટા સવાલો
ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસીના સતત વપરાશ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાએ વીજ ઉપકરણોની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Sabarkantha Accident: પૂનમ ભરવા જતાં પદયાત્રીને કાળ આંબી ગયો, બાઈકની ટક્કરે શ્રદ્ધાળુનું કરુણ મોત


