Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

દિયોદરના MLA મતદારો સામે દંડવત થયા, પાલનપુરમાં નેતાઓ માટે NO Entry

Kesaji Chauhan: બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ બન્યો છે. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે મોજરુ ગામે મતદારો સામે દંડવત પ્રણામ કરી ભૂલ બદલ માફી માંગી ભાવુક અપીલ કરી હતી. બીજી તરફ, પાલનપુરના વોર્ડ નં. 2 ની સોસાયટીઓમાં સુવિધાઓના અભાવે લોકોએ રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.
દિયોદરના mla મતદારો સામે દંડવત થયા  પાલનપુરમાં નેતાઓ માટે no entry
Advertisement

પાલનપુરમાં નેતાઓના પ્રવેશ પર NO Entry ના બેનરો
રાજકીય નેતાઓ ઉપર પ્રતિબંધ લગાવતા બેનરો લાગ્યા
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પહેલા વિરોધનો સૂર
દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ મતદારો સામે દંડવત થયા
ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મત માંગતા MLA ભાવુક થયા
કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવા વિનંતી કરી: કેસાજી
મોજરુ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્યએ માફી માંગી
ધારાસભ્યના દંડવત પ્રણામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

NO Entry in Palanpur : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના વાવ (Vav) અને થરાદ (Tharad) પંથકમાં પ્રચાર એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આ પ્રચાર યુદ્ધમાં મતદારોને રિઝવવા માટે નેતાઓ અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે, જેમાં દિયોદર (Deodar) ના ધારાસભ્ય (MLA) કેસાજી ચૌહાણ (Kesaji Chauhan) નો એક અનોખો અંદાજ જોવા મળ્યો છે.

Advertisement

'જો ભૂતકાળમાં મારાથી કે પક્ષથી કોઈ ભૂલ થઈ હોય'

ચૂંટણી પ્રચાર દરમિયાન દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ મોજરુ (Mojru) ગામે ભાજપ (BJP) ના ઉમેદવારોના સમર્થનમાં સભા સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા. તેમણે સ્ટેજ પર જ મતદારો સામે દંડવત પ્રણામ કર્યા હતા અને જાહેરમાં માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'જો ભૂતકાળમાં મારાથી કે પક્ષથી કોઈ ભૂલ થઈ હોય, તો મને મોટું મન રાખી માફ કરજો.' જિલ્લા પંચાયત (District Panchayat) અને તાલુકા પંચાયત (Taluka Panchayat) ની બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે તેમણે મતદારોને નમ્ર અપીલ કરી હતી. આ દંડવત પ્રણામનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Jamnagar Election 2026: મહાપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ

પાલનપુરમાં જનતાનો રોષ: 'નો એન્ટ્રી' ના બેનરો

એક તરફ નેતાઓ મનામણાં કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલનપુર (Palanpur) શહેરમાં જનતાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલનપુર નગરપાલિકા (Municipality) ની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 2 (Ward No. 2) માં સ્થાનિકોએ રાજકીય નેતાઓ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. શહેરની ભાગ્યોદય (Bhagyoday), આસોપાલવ (Asopalav) અને લક્ષ્મીનગર (Laxminagar) સોસાયટીઓમાં રહેવાસીઓએ મોટા બેનરો લગાવ્યા છે.

'નેતા કે કાર્યકરોએ અહીં વોટ માંગવા આવવું નહીં'

આ બેનરો પર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, 'કોઈપણ પક્ષના નેતા કે કાર્યકરોએ અહીં વોટ માંગવા આવવું નહીં.' સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી પાયાની સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નો ઉકેલાયા નથી, તેથી તેઓએ ચૂંટણી બહિષ્કાર જેવું વલણ અપનાવ્યું છે. નેતાઓ માટે પ્રવેશબંધીના આ બેનરોએ રાજકીય પક્ષોની ઉંઘ હરામ કરી દીધી છે. આમ, બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર હવે ભાવુક ડ્રામા અને લોક વિરોધ વચ્ચે રોમાંચક તબક્કે પહોંચ્યો છે.

આ પણ વાંચો: AMC Election: કરોડપતિ આસામીઓથી લઈ નિરક્ષર અને રીક્ષા ચાલકો સુધી, જાણો કોણ છે મેદાનમાં?

Tags :
Advertisement

.

×