Banaskantha News: પીકઅપ સ્ટેશનમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી, યુવકે બચાવ્યો જીવ
- Banaskantha ના મલાણા નજીક નવજાત બાળકી મળી આવી
- પીકઅપ સ્ટેશનના ખૂણામાંથી જીવિતી બાળકી મળી
- વહેલી સવારે ચાલવા નીકળેલા યુવકને નવજાત બાળકી દેખાઈ
- યુવકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ઘટનાની જાણ કરી
- 108 મારફતે બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ
Banaskantha News: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના મલાણા (Malana) નજીક એક હ્રદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. મલાણા ચોકડી પાસે આવેલા પીકઅપ સ્ટેશનના એક ખૂણામાંથી જીવિત હાલતમાં એક નવજાત બાળકી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમાનવીય રીતે કોઈએ આ ફૂલ જેવા બાળકને નિરાધાર છોડી દીધું હતું.
Banaskantha ના મલાણા નજીક નવજાત બાળકી મળી આવી
આજે વહેલી સવારે એક સ્થાનિક યુવક જ્યારે નિયમિત વોકિંગ માટે નીકળ્યો હતો, ત્યારે તેની નજર પીકઅપ સ્ટેશનમાં પડેલી નવજાત બાળકી પર પડી. બાળકીના રડવાનો અવાજ સાંભળીને યુવક તરત જ ત્યાં પહોંચ્યો હતો અને જીવિત બાળકીને જોઈને ચોંકી ઉઠ્યો હતો. યુવકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) ને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 ની ટીમે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં ખસેડી હતી.
પોલીસ તપાસ શરૂ
બાળકીને આ રીતે નિરાધાર છોડી જનારા માતા-પિતા કોણ છે અને કયા કારણોસર આ નિષ્ઠુર પગલું ભરવામાં આવ્યું, તે દિશામાં પોલીસે (Police) સઘન તપાસ શરૂ કરી છે. આજુબાજુના લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને આસપાસના લોકોની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના મલાણા નજીક નવજાત બાળકી મળી આવી
પીકઅપ સ્ટેશનના ખૂણામાંથી જીવિતી બાળકી મળી
વહેલી સવારે ચાલવા નીકળેલા યુવકને નવજાત બાળકી દેખાઈ
યુવકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ઘટનાની જાણ કરી
108 મારફતે બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ
બાળકીના માતા-પિતાને શોધવા પોલીસે વધુ તપાસ… pic.twitter.com/qPCNcahZSv— Gujarat First (@GujaratFirst) May 24, 2026
આ પણ વાંચો: Vadodara News: લાખોના ખર્ચે બનેલ રોડ હાથથી ઉખડ્યો! કોન્ટ્રાક્ટરની પોલ ખુલી


