MP Geniben Thakor News: "....નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો" ગેનીબેન ઠાકોરે PI એ.પી. ચૌધરીને કેમ આપી ચીમકી? જાણો શું છે વિવાદ
MP Geniben Thakor News: વાવ-થરાદ (Vav-Tharad) પંથકના રાજકારણમાં સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) દ્વારા કરાયેલા આક્ષેપોને પગલે ભારે ગરમાવો આવ્યો છે. ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સ્થાનિક પોલીસ અધિકારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ગેનીબેન ઠાકોરના ગંભીર આક્ષેપો
ગેનીબેન ઠાકોરે વાવ-થરાદ (Vav-Tharad) જિલ્લાના LCB PI એ.પી. ચૌધરી (A.P. Chaudhari) પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આ અધિકારી 2017 માં સુઈગામ (Suigam) પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન પણ એકતરફી કાર્યવાહી માટે ચર્ચામાં રહ્યા હતા. હાલમાં તેઓ દિયોદર (Deodar) તાલુકા પંચાયતને તોડવાના પ્રયાસોમાં સક્રિય હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.
સભ્યોના પરિવારને ધમકીનો આક્ષેપ
ગેનીબેને વધુમાં આક્ષેપ કર્યો છે કે, તાલુકા પંચાયતના સભ્યોને તેમના પરિવાર મારફતે ધમકાવવામાં આવી રહ્યા છે. રાજકીય દબાણ ઉભું કરવા માટે પોલીસ અધિકારીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે.
ગેનીબેન ઠાકોરની ખુલ્લી ચેતવણી
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેનીબેને PI ચૌધરીને આડેહાથ લેતા ચેતવણી આપી છે કે, "માન મર્યાદામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરો, તાલુકા પંચાયત તોડવી એ તમારી જવાબદારી નથી." તેમણે આક્રમક વલણ અપનાવતા અંતમાં ચીમકી આપી હતી કે જો આ પ્રકારની કાર્યવાહી બંધ નહીં કરવામાં આવે, તો તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ નિવેદન બાદ સમગ્ર પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
વાવ થરાદ જીલ્લા એલ.સી.બી પી.આઇ એ.પી ચૌધરી અગાઉ 2017 માં સુઈગામ પોલીસ સ્ટેશનમાં એક તરફી કાર્યવાહી કરતા હતા!
હવે ફરીથી કાયદો વ્યવસ્થા સંભાળવાની જગ્યાએ દિયોદર તાલુકા પંચાયત તોડવા માટે સભ્યોના પરિવારોને ધમકીઓ આપી રહ્યા છે,આપ શ્રી માન મર્યાદામાં રહો કાયદા વ્યવસ્થાનું કામ કરો તાલુકા…— Geniben Thakor (@GenibenThakor) May 28, 2026
આ પણ વાંચો: Vadodara Crime News: દાંડિયા બજારમાં કારમાંથી કેટરિંગના વેપારીની લાશ મળી, રહસ્ય અકબંધ


