Banaskantha Dispute : બનાસકાંઠાના નાથપુરામાં રસ્તા મુદ્દે લોહિયાળ ધીંગાણું, બે જૂથો લાકડી-ધારિયાં લઈને સામસામે તૂટી પડ્યા, 5 ઇજાગ્રસ્ત
Banaskantha Dispute : બનાસકાંઠાના ઓગડ તાલુકાના નાથપુરા ગામમાં રસ્તા બાબતનો વિવાદ ઉગ્ર બનતાં એક જ સમાજના બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. બંને જૂથના લોકો લાકડી અને ધારિયાં સાથે એકબીજા પર તૂટી પડતાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે થરા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.
Advertisement
Banaskantha Dispute : બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના નાથપુરા ગામમાં રસ્તા બાબતનો વિવાદ ઉગ્ર બનતાં એક જ સમાજના બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. રસ્તાને લઈને થયેલા ઝગડામાં બંને જૂથના લોકો લાકડી અને ધારિયાં સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. સામસામે થયેલા હુમલામાં કુલ પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે થરા પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

