Banaskantha news: ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરીઓ ફરી પલળી, તંત્રની બેદરકારીથી ખેડૂતો-વેપારીઓને નુકસાન, જુઓ VIDEO
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી છતાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની અગાઉથી ચેતવણી હોવા છતાં ડીસા માર્કેટ યાર્ડમાં વેપારીઓની ગંભીર નિષ્કાળજી સામે આવી છે.
Advertisement
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી છતાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે, જેમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની અગાઉથી ચેતવણી હોવા છતાં ડીસા માર્કેટ યાર્ડમાં વેપારીઓની ગંભીર નિષ્કાળજી સામે આવી છે, જેમાં માલ સુરક્ષિત રાખવાના પૂરતા પ્રબંધો ન કરાતા સતત બીજા દિવસે પણ અનાજની હજારો બોરીઓ વરસાદમાં પલળી ગઈ હતી. આ બેદરકારીને કારણે ખેડૂતોના માલની ગુણવત્તા પર વિપરીત અસર પડી છે અને વેપારીઓ તેમજ ખેડૂતો બંનેને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


