Medical Store Strike: પાલનપુરમાં મેડિકલ સંચાલકોએ સજ્જડ બંધ પાળ્યું, દર્દીઓ મુકાયા ચિંતામાં
- Medical Store Strike: દેશમા કેમિસ્ટ હડતાળના Banaskantha માં પડ્યા પડઘા
- પાલનપુરમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ સંપૂર્ણ બંધ પાળ્યું
- બજાર સહિત ડોક્ટર હાઉસમાં આવેલા મેડિકલ સ્ટોરો બંધ હાલતમાં
- ઓનલાઈન દવાના વેચાણ અને અન્ય પડતર મુદ્દાઓને લઈ બંધનું એલાન
- કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું
- ઈમરજન્સી કેસમાં સિવિલ હોસ્પિટલ અને સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતેથી દવાઓ મળી રહેશે
Medical Store Strike: ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધ સહિત વિવિધ પડતર માંગણીઓને લઈ આજે દેશવ્યાપી કેમિસ્ટ હડતાળના એલાનના પગલે બનાસકાંઠા ( Banaskantha) જિલ્લા મથક પાલનપુરમાં વહેલી સવારથી જ મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ સંપૂર્ણ બંધ પાળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે મુખ્ય બજારો તેમજ ડોક્ટર હાઉસ પરિસરમાં આવેલા તમામ મેડિકલ સ્ટોરો સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.
ઇમરજન્સીમાં દવા ક્યાં મળશે?
જો કે, હડતાળ દરમિયાન દર્દીઓ અને સામાન્ય લોકોને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ ઇમરજન્સી કેસમાં લોકોને પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતેથી જરૂરી દવાઓ સરળતાથી મળી રહેશે.
આ પણ વાંચો: Morbi Diesel Shortage: હળવદના ચરાડવા ગામે રાત્રે 1 વાગ્યે ડીઝલ માટે ખેડૂતોની લાઈનો


