Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: પાલનપુરમાં લાગી એકાએક ભીષણ આગ, 3 વાહનો ભસ્મીભૂત

પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં પાર્ક કરેલી બે કાર અને એક જીપમાં અચાનક ભીષણ આગ લાગતા ત્રણેય વાહનો સંપૂર્ણ બળી ગયા છે. ભરચક બજારમાં આગને કારણે અફરાતફરી મચી હતી, પરંતુ ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ આગ પર કાબૂ મેળવાયો છે. 
banaskantha  પાલનપુરમાં લાગી એકાએક ભીષણ આગ  3 વાહનો ભસ્મીભૂત
Advertisement
  • Banaskantha:પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં 3 વાહનોમાં ભભૂકી આગ
  • ખુલ્લામાં પાર્ક કરેલી 2 કાર અને 1 જીપ આગમાં બળીને ખાખ
  • આગની જ્વાળાઓને પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા

Banaskantha Fire Incident: બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર (Palanpur) ના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હીગેટ (Delhi Gate) વિસ્તારમાં આજે બપોરના સમયે અચાનક આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. આ ભરચક બજાર (Crowded Market) વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં અફરાતફરી (Chaos) મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.  GujaratFirst (1)

Banaskantha: ત્રણ વાહનો આગની લપેટમાં

મળતી જાણકારી અનુસાર આગની આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી બે લક્ઝરી કાર અને એક જીપ (Jeep) સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ ભીષણ આગને કારણે આકાશમાં ધુમાડાના (Smoke) કાળા ગોટેગોટા દેખાતા હતા, જે દૂર દૂર સુધી નજરે પડતા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે વાહન માલિકોને કંઈ પણ સમજાય તે પહેલા ત્રણેય વાહનો બળીને ખાખ (Gutted) થઈ ગયા હતા.

Advertisement

Advertisement

મોટી જાનહાનિ ટળી

ઘટનાની જાણ થતા જ પાલનપુર ફાયર વિભાગની (Fire Department) ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ (Control) મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટના સમયે વાહનોમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, જે એક રાહતના સમાચાર છે. હાલ આ પર કાબૂ મેળવાયો છે.

bansaskantha_ fire_GujaratFirst (1) 22

આગનું કારણ હજુ અકબંધ

ભરચક બજારમાં લાગેલી આ આગના કારણે લોકોના ટોળેટોળા (Crowd) ઉમટી પડ્યા હતા. જોકે, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી કે અન્ય કોઈ કારણસર, તે રહસ્ય (Mystery) હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે તપાસ (Investigation) હાથ ધરવામાં આવી છે જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય.

 આ પણ વાંચોઃ Banaskantha: 10 વર્ષ બાદ મળેલી શિક્ષક મંડળીની સાધારણ સભામાં હોબાળો, સભાસદો અને પ્રમુખ આમને-સામને

Tags :
Advertisement

.

×