ચાંદીપુરા વાયરસ વકર્યો: બનાસકાંઠામાં વધુ એક બાળકનું મોત! પાટણમાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus Gujarat: બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી અમીરગઢના બાળકનું મોત થતાં જિલ્લામાં કુલ મૃત્યુઆંક 3 થયો છે. આરોગ્યની 47 ટીમો સર્વેમાં લાગી છે. બીજી તરફ પાટણના સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ધારપુર સિવિલના ICUમાં દાખલ કરાઈ છે. આરોગ્ય વિભાગે ગામમાં ડસ્ટિંગ અને સર્વેની કામગીરી શરૂ કરી છે.
Advertisement
Chandipura Virus Gujarat: ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) નો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ એક બાળકનું મોત નીપજતાં ફાળચોડ મચી ગઈ છે. બીજી તરફ, પાટણ (Patan) જિલ્લામાં પણ વધુ એક 7 વર્ષની બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

