Banaskantha: શાળાની ખુરશીઓ બારોબાર વાહનોમાં ભરાવી દીધી, ગ્રામજનોએ પ્રિન્સિપાલનો ભાંડો ફોડ્યો!
- Banaskantha: શાળાની જૂની ખુરશીઓ વેચવાનો પ્રયાસ નિષ્ફળ
- ગ્રામજનોએ રાત્રે ચોરી પકડી પાડી
- પ્રિન્સિપાલ સામે ગંભીર આક્ષેપો થયા
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી (Shihori) પંથકમાં આવેલી ચેખલા પ્રાથમિક શાળા (Chekhla Primary School) હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. શાળાના પ્રિન્સિપાલ (Principal) દ્વારા શાળાની જૂની ખુરશીઓ બારોબાર વેચવાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સરકારી મિલકતની સુરક્ષા કરવાની જવાબદારી જેમના શિરે છે, તેમના દ્વારા જ આ પ્રકારે માલમત્તા વેચવાના પ્રયાસથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.
Banaskantha: ખુરશીઓ ભરી જતાં વાહનો ઝડપાાયા
પ્રાપ્ત માહિતી અનુસાર શિહોરી (Shihori) પંથકની ચેખલા પ્રાથમિક શાળા (Chekhla Primary School) ના પ્રિન્સિપાલ ચોરી કરતાં ઝડપાઈ ગયા છે. પ્રિન્સિપાલ દ્વારા રાત્રિના સમયે ગુપ્ત રીતે શાળાની જૂની ખુરશીઓ બહાર મોકલવાની પેરવી કરવામાં આવી રહી હતી. એક છકડો (Chhakdo Rickshaw) અને એક ગાડીમાં આ ખુરશીઓ ભરીને શાળાના સંકુલની બહાર લઈ જવામાં આવી રહી હતી. રાત્રિના સમયે શાળામાં થતી આ હલચલ જોઈને સ્થાનિક ગ્રામજનો (Villagers) ને શંકા ગઈ હતી.
Banaskantha: ગ્રામજનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી વિરોધ કર્યો
જ્યારે ગામના લોકોને જાણ થઈ કે શાળાની ખુરશીઓ રાતોરાત બહાર મોકલવામાં આવી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો શાળાના મેદાનમાં એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પ્રિન્સિપાલ (Principal) દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી કે હરાજીની પ્રક્રિયા વગર આ સરકારી માલમત્તા વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકોના રોષને જોઈ વાતાવરણ તંગ બની ગયું હતું.
પોલીસની એન્ટ્રી અને મુદ્દામાલ પરત
ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામજનોએ તાત્કાલિક સ્થાનિક પોલીસ (Police) ને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની હાજરીમાં ગાડીઓમાં ભરેલી તમામ ખુરશીઓ ઉતરાવીને ફરીથી શાળાના રૂમમાં સુરક્ષિત રીતે મુકાવવામાં આવી હતી. પોલીસે વાહનોના ચાલકો અને સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે.
બનાસકાંઠા ચેખલા શાળાની ખુરશીઓ વેચવાનો મામલો
ખુરશીઓ વેચવાનો મામલો શિહોર પોલીસ સ્ટેશનમાં પહોચ્યો
મોટી સંખ્યામાં ગામ લોકો પોલીસ સ્ટેશનમાં કરી લેખિત રજૂઆત
પ્રિન્સિપાલે ખુરશીઓ બારોબાર વેચી મારવાનો કર્યો હતો પ્રયાસ
લોકોએ પીછો કરીને પોલીસને કરી તાત્કાલિક જાણ
શિહોરી પોલીસે ખુરશીઓ… pic.twitter.com/1fO0wi5Jju— Gujarat First (@GujaratFirst) February 24, 2026
કડક કાર્યવાહીની માંગ
હાલમાં સમગ્ર ચેખલા (Chekhla) ગામમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે સરકારી મિલકતનો દુરુપયોગ કરનાર જવાબદારો સામે પગલાં ભરવામાં આવે અને શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા પ્રિન્સિપાલ સામે તપાસ કરવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે.
અહેવાલ: કમલેશ નાંભાણી બનાસકાંઠા
આ પણ વાંચોઃBanaskantha: ખેતરોમાં તૈયાર પાક અને આકાશમાં કાળા વાદળો, શું વરસાદ બગાડશે ખેડૂતોની સીઝન?
આ પણ વાંચોઃ Amreli:'રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ' હોસ્પિટલ સામે પરિવારે લગાવ્યા બેદરકારીના આક્ષેપ!


