Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha News : ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી SOGએ ઝડપ્યો શંકાસ્પદ ઘીનો જથ્થો

Banaskantha News : બનાસકાંઠામાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા SOG દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના વેચાણ સામે લાલ આંખ કરવામાં આવી છે. ગઢ પોલીસ સ્ટેશન (Gadh Police Station) વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. ટીમને શંકાસ્પદ હાલતમાં એક પીકઅપ વાહન ઝડપ્યું હતું, જેની તપાસ કરતા મોટો ખુલાસો થયો છે.
banaskantha news   ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી sogએ ઝડપ્યો શંકાસ્પદ ઘીનો જથ્થો
Advertisement

Banaskantha News : બનાસકાંઠામાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા SOG દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના વેચાણ સામે લાલ આંખ કરવામાં આવી છે. ગઢ પોલીસ સ્ટેશન (Gadh Police Station) વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. ટીમને શંકાસ્પદ હાલતમાં એક પીકઅપ વાહન ઝડપ્યું હતું, જેની તપાસ કરતા મોટો ખુલાસો થયો છે.

Banaskantha News : SOGએ 171 શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત કર્યા

ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન પોલીસને વાહનમાંથી બ્રાન્ડેડ હોવાનો દાવો કરતા ઘીના કુલ 171 જેટલા ડબ્બા Ghee Tins મળી આવ્યા હતા. એસ.ઓ.જી. પોલીસે આ શંકાસ્પદ ઘીનો જથ્થો અને વાહન સહિતનો કુલ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી

મહત્વનું છે કે પોલીસ હાલ આ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઘીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું વેચાણ ક્યાં અને કોને કરવાનું હતું. એસ.ઓ.જી. ટીમ દ્વારા પીકઅપ વાહનના ચાલકની સઘન પૂછપરછ (Interrogation) કરવામાં આવી રહી છે, જેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાય.

Advertisement

ગઢ પોલીસ દ્વારા ઘીની કાળા બજારીનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસ દ્વારા પેટ્રોલિંગ સમયે શંકાસ્પદ પીકવાનનું ચેકિંગ હાથ ધર્યું હતું,જેમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પોલીસે 171 ઘીના ડબ્બા અને ડ્રાઈવરની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.  આ ઘીનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે અંગે પુછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Banaskantha: પોલીસની મોટી કાર્યવાહી, ભેળસેળયુક્ત ઘીના કૌભાંડનો પર્દાફાશ!

Tags :
Advertisement

.

×