Banaskantha Police માં મોટો સપાટો: માવસરી પીઆઈ વણઝારાની હકાલપટ્ટી, કોન્સ્ટેબલ સસ્પેન્ડ
Mavasari PI Transfer: બનાસકાંઠાના માવસરીમાં એલસીબીએ દારૂ ઝડપી પાડતા એસપીએ મોટી કાર્યવાહી કરી છે. બેદરકારી બદલ પીઆઈ આર.પી. વણઝારાની બદલી કરાઈ છે, જ્યારે હેડ કોન્સ્ટેબલ ખેમાભાઈને સસ્પેન્ડ કરાયા છે. ત્રણ જીઆરડી જવાન સામે પણ પગલાં લેવાયા છે. માવસરીના નવા પીઆઈ તરીકે સી.આર. દેસાઈની તાત્કાલિક નિમણૂક કરવામાં આવી છે.
Advertisement
Banaskantha Police Action: બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ સરહદી વિસ્તારના પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. માવસરી (Mavasari) પોલીસ સ્ટેશનની હદમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (Local Crime Branch) ની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થાનિક પોલીસની નાકામી અને બેદરકારી સામે આવતા જ બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા એટલે કે એસપી (Superintendent of Police) દ્વારા તાત્કાલિક અસરથી કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. આ મોટી કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લાના પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

