Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Banaskantha: Reshma Thakor એ લગ્નમાં બંધારણ વિરુદ્ધ રેલાવ્યો સૂર!

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચંડીસર (Chandisar) ગામે ઠાકોર સમાજના બંધારણના લીરેલીરા ઉડ્યા છે. લગ્ન પ્રસંગમાં પ્રતિબંધિત લાઈવ DJ સાથે દાંડિયા રાસનું આયોજન કરાયું હતું, જેમાં ગાયિકા રેશમા ઠાકોરે (Reshma Thakor) ગીતોની રમઝટ બોલાવી હતી. સમાજ આગેવાનોના આદેશોની સતત અવગણના થતાં શિસ્ત અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
banaskantha  reshma thakor એ લગ્નમાં બંધારણ વિરુદ્ધ રેલાવ્યો સૂર
Advertisement
  • Banaskantha માં ફરી તૂટ્યું ઠાકોર સમાજનું બંધારણ
  • પાલનપુરના ચંડીસરમાં સમાજના બંધારણના નિયમો નેવે મૂકાયા
  • લગ્નમાં લાઈવ DJ ના તાલે લોકો દાંડિયા રાસ ઝૂમ્યા

Banaskantha:બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ (Thakor Samaj) દ્વારા સામાજિક સુધારણા માટે બનાવવામાં આવેલા કડક બંધારણના અમલીકરણમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું છે. પાલનપુર (Palanpur) તાલુકાના ચંડીસર (Chandisar) ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોને નેવે મૂકીને ભવ્ય આયોજન કરવામાં આવતા ચર્ચાઓ જાગી છે. સમાજના આગેવાનો દ્વારા અગાઉ અનેકવાર સૂચના આપવામાં આવી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર આ નિયમોનું પાલન થતું ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Banaskantha: લાઈવ DJ અને દાંડિયા રાસની રમઝટ

મળતી માહિતી મુજબ, ચંડીસર (Chandisar) ખાતે આયોજિત આ લગ્ન સમારોહમાં ઠાકોર સમાજના બંધારણમાં પ્રતિબંધિત એવી તમામ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. સમાજ દ્વારા લગ્નમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને મર્યાદા જાળવવા માટે DJ વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. જોકે, આ પ્રસંગમાં લાઈવ DJ પાર્ટી (Live DJ Party) રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો દાંડિયા રાસ (Dandiya Raas) ના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સમાજમાં બે પક્ષો વચ્ચે ગરમાવો જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

Reshma Thakor ના સુરે વિવાદ વધાર્યો!

આ વિવાદમાં વધુ તેલ ત્યારે હોમાયું જ્યારે જાણીતી લોકગાયિકા રેશમા ઠાકોરે (Reshma Thakor) આ પ્રસંગમાં હાજરી આપી અને પોતાના સૂર રેલાવ્યા હતા. સમાજના બંધારણ મુજબ કેટલાક કડક નિયમો કલાકારો અને પ્રસંગો માટે નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ રેશમા ઠાકોર દ્વારા આ કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપતા તેને બંધારણ વિરુદ્ધનું પગલું માનવામાં આવી રહ્યું છે. સમાજના જ જાગૃત નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો જાણીતા ચહેરાઓ જ નિયમો તોડશે તો સામાન્ય જનતા પર તેની શું અસર પડશે?

Banaskantha:  અગાઉ ગબ્બર અને અર્જુન ઠાકોરે નિયમો તડતાં સમાજ બહાર

તાજેતરમાં ડીસા તાલુકાના જાબડીયા ગામમાં એક ઠાકોર પરિવારના લગ્ન પ્રસંગમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે DJ વગાડ્યું હોવાના આરોપ લાગ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  તેથી 4 ફેબ્રુઆરીએ ગામમાં મોટી સભા બોલાવીને સમાજે ગબ્બર, અર્જુન અને લગ્નના મુખ્ય વ્યક્તિને 1 વર્ષ માટે સમાજ બહાર (નાત બહાર) કરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો.

આ પણ વાંચોઃ Banaskantha: ભુવાજી પર થયેલા હુમલા કેસમાં 6 આરોપીઓ પકડાયા, કરાયું રિ-કન્સ્ટ્રક્શન

વિક્રમ ઠાકોર DJ ના સમર્થનામાં?

બીજી તરફ ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરે ગબ્બર અને અર્જુન ઠાકોરનું સમર્થન કર્યું હતુ. વિક્રમ ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ઘણા ગરીબ કલાકારોએ પોતાની એક વીઘો જમીન (Land) ગીરો મૂકીને અથવા વેચીને લાખો રૂપિયાની DJ સિસ્ટમ (DJ System) વસાવી છે. હવે જ્યારે અચાનક બંધારણના નામે DJ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે આ કલાકારો ઘરે બેસી ગયા છે. તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે." તેમણે સીધો સવાલ કર્યો હતો કે જો તમે તેમની કમાણી બંધ કરાવો છો, તો હવે તેમને રોજગાર (Employment) કોણ આપશે?  વિક્રમ ઠાકોરે તાર્કિક દલીલ કરતા કહ્યું કે, "DJ બંધ કરવાથી સમાજમાં સુધારો આવશે એ માનવું તદ્દન ખોટું છે. જો કોઈને દારૂ પીવો જ હશે, તો તે ઢોલ વગાડશો તો પણ દારૂ પીનારો પીશે અને ઝઘડશે.

"આપણી બાજુ DJ બંધ નહીં થાય"

વિક્રમ ઠાકોરે જાહેર મંચ પરથી નિવેદન આપતા કહ્યું કે, "આપણી બાજુ DJ બંધ નહીં થાય. જો કોઈ DJ બંધ કરાવવા આવે તો મને કહેજો" આ નિવેદનને કારણે ઠાકોર સમાજના આગેવાનો અને કલાકારો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા વધી ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકોએ આ બંધારણ બનાવ્યું છે, તેમને ગ્રાઉન્ડ લેવલ પર DJ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની તકલીફોની ખબર જ નથી. આમ ઠાકરો સમાજના બંધારણને લઈ બે મત ઉભા થઈ રહ્યા છે.

આપણ વાંચોઃ "DJ બંધ નહીં થાય, બંધ કરાવવા આવે તો મને કહેજો" Vikram Thakor સમાજના બંધારણ સામે!

આ પણ વાંચોઃ 'આજે નહીં તો કાલે રાજકારણમાં જોડાઈશ' શું અભિનેતા Vikram Thakor ચૂંટણી લડશે?

Tags :
Advertisement

.

×