Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: 10 વર્ષ બાદ મળેલી શિક્ષક મંડળીની સાધારણ સભામાં હોબાળો, સભાસદો અને પ્રમુખ આમને-સામને

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળીની 66મી સાધારણ સભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. સભાસદોએ 10 વર્ષે સભા યોજવા અને પ્રશ્નોના જવાબ ન આપવાના આક્ષેપ સાથે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવાની જાહેરાત કરી છે, જ્યારે પ્રમુખે આ આક્ષેપોને નકારીને તેને પદ મેળવવા માટેનું રાજકારણ ગણાવ્યું છે.
banaskantha  10 વર્ષ બાદ મળેલી શિક્ષક મંડળીની સાધારણ સભામાં હોબાળો  સભાસદો અને પ્રમુખ આમને સામને
Advertisement
  • Banaskantha: જિલ્લા શિક્ષણ સંઘની સાધારણ સભામાં હોબાળો
  • 16 મુદ્દાઓની ચર્ચાઓને લઈ સભામાં મચ્યો મોટો હોબાળો
  • જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ સભા છોડીને ભાગી ગયા
  • 10 વર્ષના લાંબા સમય બાદ યોજાઈ હતી સભા

Banaskantha: ધી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની 66મી વાર્ષિક સાધારણ સભા (Annual General Meeting) આજે સંઘના પ્રમુખ સંજય દવે (Sanjay Dave) ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં અંદાજે 2000 જેટલા શિક્ષકો સહભાગી થયા હતા. સભાની શરૂઆતમાં એજન્ડા (Agenda) મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ સભાના સમાપનની જાહેરાત કરવામાં આવી હતી.

Banaskantha News, Teacher Society Dispute_GujaratFirst (1) 22

Advertisement

સભાસદોનો વિરોધ અને આક્ષેપો

સભા પૂર્ણ થયાની જાહેરાત થતાની સાથે જ કેટલાક સભાસદો (Members) દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સભાસદ સુરક્ષા પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ સાધારણ સભા લગભગ 10 વર્ષના લાંબા ગાળા બાદ બોલાવવામાં આવી છે. સભાસદોનો આક્ષેપ હતો કે તેમણે 16 જેટલા મહત્વના મુદ્દાઓ પર રજૂઆત (Representation) કરી હતી, પરંતુ પ્રમુખે એજન્ડા મુજબના સંતોષકારક જવાબો આપ્યા વિના જ સભા પૂર્ણ કરી દીધી હતી. વધુમાં સ્ટેજ પર માત્ર એક જ જ્ઞાતિના લોકોને સ્થાન આપવામાં આવ્યું હોવાનો અને ડિરેક્ટરોનો યોગ્ય પરિચય ન અપાયો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. નારાજ સભાસદોએ આગામી બીજી તારીખે જિલ્લા રજિસ્ટ્રાર (District Registrar) કચેરી ખાતે આવેદનપત્ર આપવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Banaskantha News, Teacher Society Dispute_GujaratFirst 2

પ્રમુખનો પક્ષ અને સ્પષ્ટતા

સામે પક્ષે સંઘના પ્રમુખ સંજય દવેએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સભા નિર્ધારિત સમય મર્યાદામાં અને નિયમ મુજબ પૂર્ણ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે નિયમિતપણે સાધારણ સભા યોજાય છે અને વિરોધ કરનારા સભાસદો સભા પૂરી થયા બાદ રજૂઆત કરવા આવ્યા હતા. પ્રમુખના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો સત્તા કે પદ મેળવવાની લાલસામાં શિક્ષકોને ગેરમાર્ગે (Misguide) દોરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ તમામ અરજીઓના જવાબો આપવામાં આવ્યા છે અને મંડળી પારદર્શક રીતે કાર્ય કરી રહી છે. માત્ર બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારના આક્ષેપો (Allegations) કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Kheda માં બદલી રોકવા લાંચનો ખેલ, નર્સે પોલ ખોલતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ!

Tags :
Advertisement

.

×