Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha: મરઘાના પીંછા ઉડતા ટોક્યા ને 65 વર્ષિય વૃદ્ધને પતાવી દીધા! જાણો હચમચાવી ઘટના

બનાસકાંઠાના વડગામના થલવાડા ગામે ઘાસચારામાં મરઘાના પીંછા ઉડવાની નજીવી બાબતે ત્રણ શખ્સોએ 65 વર્ષીય સોરમભાઈ સિપાઈ પર પાઈપો વડે હુમલો કરી તેમની હત્યા કરી છે. આ ઘટનાથી રોષે ભરાયેલા પરિજનોએ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે ભારે તંગદિલી સર્જાઈ છે.
banaskantha  મરઘાના પીંછા ઉડતા ટોક્યા ને 65 વર્ષિય વૃદ્ધને પતાવી દીધા  જાણો હચમચાવી ઘટના
Advertisement
  • Banaskantha ના વડગામના થલવાડા ગામે નજીવી બાબતે વૃદ્ધની હત્યા
  • ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કરી વૃદ્ધને પતાવી દીધા
  • ગંદકી અને કચરા બાબતે ઠપકો આપતા હુમલો કરાયો

Banaskantha Murder Case: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા (Thalvada) ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં માત્ર મરઘાના પીંછા ઉડવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં ત્રણ શખ્સોએ પાઈપો વડે જીવલેણ હુમલો (Deadly Attack) કરીને 65 વર્ષીય વૃદ્ધ સોરમભાઈ સિપાઈની હત્યા કરી નાખી છે.  હોસ્પિટલમાં ખસેડાયા વૃધ્ધનો મૃતદેહ પરિવારે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારની માગ છે  કે હત્યારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવે તે બાદ જ મૃતદેહ સ્વીકારમાં આવશે.

લોખંડની પાઈપો વડે હુમલો!

મળતી જાણકારી અનુસાર  મૃતક સોરમભાઈ ગામમાં મટન શોપની બાજુમાં ઘાસચારાનો વ્યવસાય (Fodder Business) કરતા હતા. આરોપીઓની દુકાનમાંથી મરઘાના પીંછા ઉડીને તેમના ઘાસચારામાં પડતા હોવાથી સોરમભાઈએ તેમને ટોક્યા હતા. આ બાબતથી ઉશ્કેરાઈને આરોપીઓએ વૃદ્ધ પર લોખંડની પાઈપો વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને તાત્કાલિક વડગામ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું ટૂંકી સારવાર બાદ મોત થઈ ગયું છે.

Advertisement

હોસ્પિટલમાં પરિજનોનો આક્રોશ

હત્યાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે સિપાઈ સમાજ અને મૃતકના પરિજનો (Relatives) મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વૃદ્ધના માથાના ભાગે ગંભીર ઈજાઓ (Severe Injuries) થવાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાની માહિતી મળતા પરિવારમાં શોક સાથે ભારે રોષ (Anger) જોવા મળ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. શાંત ગણાતા ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની નિર્મમ હત્યાથી સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે.

Advertisement

ન્યાયની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર

ઘટના બાદ પરિવારજનોએ ન્યાયની માંગ (Demand for Justice) સાથે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. પીડિત પરિવારે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જ્યાં સુધી હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ (Arrest) કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. આ મામલે સમાજના આગેવાનોએ પણ જણાવ્યું છે કે ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી (Legal Action) થવી અનિવાર્ય છે. પોલીસ દ્વારા હાલમાં આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ફરાર હોવાથી તેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat માં લિફ્ટ ખોટકાતાં માંડ માંડ લોકોને બહાર કઢાયા, કાળજું કંપાવી દે તેવી ઘટના

Tags :
Advertisement

.

×