Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav Tharad : ડેડુવામાં પ્રેમસંબંધમાં યુવક પર અત્યાચારનો મામલો, 4 આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું

વાવ-થરાદ પંથકમાં એક યુવકને પ્રેમસંબંધની સજા આપવા માટે આખા ગામની મર્યાદા નેવે મૂકી દેવામાં આવી. 4 એપ્રિલની એ રાત જ્યારે યુવકને ઉઠાવી જઈને મરણતોલ માર મારવામાં આવ્યો, તેનાથી સમગ્ર પંથકમાં રોષ છે. હવે પોલીસે આ મામલે ગુનેગારોને પાઠ ભણાવવા જે રસ્તો અપનાવ્યો છે, તે જાણીને ભલભલા અપરાધીઓના હોશ ઉડી જશે. સમગ્ર વિગતો અહીં જાણો.
vav tharad   ડેડુવામાં પ્રેમસંબંધમાં યુવક પર અત્યાચારનો મામલો  4 આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું
Advertisement
  • Vav Tharad ના વાવ-થરાદમાં પ્રેમસંબંધમાં યુવકનું અપહરણ કરી માર માર્યો
  • પોલીસે 4 આરોપીઓને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સટ્રક્શન
  • 4 એપ્રિલે ડેડુવા ગામના યુવકને ગોંધી રાખી અત્યાચાર ગુજારાયો
  • કુલ 24 આરોપીઓ સામે નોંધાઈ હતી નામજોગ ફરિયાદ
  • ધરપકડ કરાયેલા 4 શખ્સોને સ્થળ પર લઈ જઈ પુરાવા એકત્ર કરાયા
  • ફરાર અન્ય 20 આરોપીઓને પકડવા વાવ પોલીસે ચક્રો ગતિમાન કર્યા

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વાવ-થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવ તાલુકાના ડેડુવા (Deduva) ગામના એક યુવકને પ્રેમસંબંધના મામલે શારીરિક ત્રાસ આપી, તેનું અપહરણ કરી બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ ચકચારી કેસમાં પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદાનો ડર પેદા કરવા માટે ઘટનાસ્થળે રિકન્સટ્રક્શન હાથ ધર્યું હતું.

Vav Tharad_gujarat_first_new

Advertisement

Vav Tharad માં ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ગત 4 એપ્રિલના રોજ ડેડુવા ગામના યુવકનું કેટલાક શખ્સો દ્વારા ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે પ્રેમસંબંધની અદાવતમાં યુવકને કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રાખવામાં આવ્યો હતો અને લાકડીઓ તેમજ અન્ય હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ભોગ બનનારના પરિવારે વાવ પોલીસ સ્ટેશન (Vav Police Station) માં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કુલ 24 જેટલા શખ્સોના નામ સામે આવ્યા હતા.

Advertisement

Vav Tharad_gujarat_first_new

 ટોળામાંથી 4 મુખ્ય આરોપીઓની ધરપકડ

પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આ ટોળામાંથી 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓએ કઈ રીતે યુવકને ઉપાડ્યો હતો અને કઈ જગ્યાએ તેને ગોંધી રાખીને અત્યાચાર ગુજાર્યો હતો, તે તમામ કડીઓ જોડવા માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સટ્રક્શન (Crime Scene Reconstruction) કર્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહી જોઈને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હજુ પણ 20 જેટલા આરોપીઓ ફરાર

વાવ પોલીસના જણાવ્યા મુજબ, હજુ પણ 20 જેટલા આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ તેજ કરવામાં આવી છે. બનાસકાંઠામાં વારંવાર બનતી આવી ઘટનાઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો : નારાયણ સાંઈના છુટાછેડા, પત્ની 8 વર્ષથી લડતી હતી કાનૂની લડાઈ, આખરે આવ્યો અંત

Tags :
Advertisement

.

×