Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vav-Tharad: મૈત્રી કરારથી કજિયો! યુવક સાથે રહેતી યુવતીને ઉઠાવી ગયો પરિવાર!

Vav-Tharad: ઉચપા ગામે મૈત્રી કરાર કરી રહેતી યુવતીનું તેના જ સંબંધીઓએ 28 ડિસેમ્બરે હથિયારો સાથે અપહરણ કર્યું હતું. ઘરનો દરવાજો તોડી 10 થી વધુ લોકો યુવતીને ખેંચી જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવતીએ 1 જાન્યુઆરીએ લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
vav tharad  મૈત્રી કરારથી કજિયો  યુવક સાથે રહેતી યુવતીને ઉઠાવી ગયો પરિવાર
Advertisement
  • Vav-Tharad માં યુવતીના અપહરણનો મામલો
  • વાયરલ વીડિયો 28 ડિસેમ્બરનો હોવાનું સામે આવ્યું
  • મૈત્રી કરાર કરી યુવતી યુવકના ઘરે રહેતી હતી 

Vav-Tharad Kidnapping Case: વાવ અને થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોમાં 10 થી વધુ શખ્સો હથિયારો સાથે એક ઘરમાં ઘૂસીને યુવતીનું જબદસ્તીથી અપહરણ (Kidnapping) કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટના ગત 28 ડિસેમ્બરના રોજ ઉચપા ગામે બની હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો? (Kidnapping Case)

મળતી માહિતી મુજબ વાવ-થરાદ વિસ્તારના એક યુવક અને યુવતીએ અંદાજે એક મહિના પહેલા પોતાની મરજીથી મૈત્રી કરાર (Live-in Relationship) કર્યા હતા. સમાજના ડરથી અને સુરક્ષાના કારણોસર આ યુગલ યુવકના મામાના ઘરે થરાદના ઉચપા ગામે (Uchpa village) રહેતું હતું. યુવતી પોતાના પરિવારની મરજી વિરુદ્ધ યુવક સાથે રહેતી હોવાથી તેના સંબંધીઓ રોષે ભરાયા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Surat: બંધ ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી? પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કે કંઈ બીજું?

Advertisement

દરવાજો તોડી યુવતીનું અપહરણ!

ગત 28 ડિસેમ્બરના રોજ જ્યારે યુગલ ઘરમાં હાજર હતું, ત્યારે અચાનક યુવતીના પક્ષના 10 થી વધુ લોકો હથિયારો સાથે ત્યાં પહોંચી ગયા હતા. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ શખ્સોએ ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને જબરદસ્તીથી ઘરમાં પ્રવેશ્યા હતા. યુવતી બચાવ માટે બૂમો પાડી રહી હતી, તેમ છતાં આ શખ્સોએ તેની એક પણ સાંભળી નહોતી અને અપહરણ કરી લઈ ગયા હતા. જે ઘટનનાનો  હાલ વીડિયો વાયરલ (Video viral) થયો છે.

Vav-Tharad: પોલીસ ફરિયાદ અને કાર્યવાહી

અપહરણની આ ઘટના બાદ ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીએ આ બાબતે હિંમત દાખવીને ગત 1  જાન્યુઆરીના રોજ પોતાના જ સંબંધીઓ સહિત 10 થી વધુ લોકો વિરુદ્ધ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી. અરજીમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનું મૈત્રી કરાર બાદ જબરદસ્તીથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને શારીરિક-માનસિક ત્રાસ આપવાની કોશિશ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Studio On Wheels: જનતા સુરક્ષા કાજે Gujarat First News અને ગુજરાત પોલીસે બનાસકાંઠામાં યોજ્યો લોકોજાગૃતિ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×