Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha Rain Update : માવઠાએ મચાવી તબાહી ! તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો લાચાર

Banaskantha Rain Update : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતો અને સામાન્ય જનજીવનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વહેલી સવારથી વાવ (Vav), થરાદ (Tharad) અને લાખણી (Lakhni) પંથકમાં ગાઢ ધુમ્મસ (Dense Fog) છવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
banaskantha rain update   માવઠાએ મચાવી તબાહી   તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો લાચાર
Advertisement
  • Banaskantha Rain Update : કમોસમી વરસાદના કારણે અનેક સ્થળે ભારે નુકસાન
  • કાંકરેજ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન
  • કાંકરેજના નગોટ ગામમાં લગ્ન પ્રસંગે બાંધેલો મંડપ પવનમાં ઉડ્યો
  • આકોલી અને કુંવારવા ગામમાં ભારે પવનથી મકાનોના પતરા ઉડ્યા

Banaskantha Rain Update : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતો અને સામાન્ય જનજીવનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વહેલી સવારથી વાવ (Vav), થરાદ (Tharad) અને લાખણી (Lakhni) પંથકમાં ગાઢ ધુમ્મસ (Dense Fog) છવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Banaskantha Rain Update :  વાવ-થરાદમાં ખાબક્યો ભારે વરસાદ

ગઈકાલે વરસેલા કમોસમી વરસાદ (Unseasonal Rain) બાદ સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે આ આફત બનીને આવ્યો છે. કમોસમી વરસાદ અને ધુમ્મસભેર વાતાવરણથી સરહદી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માવઠા અને ભેજવાળા વાતાવરણથી ખેતી પાકને નુકસાન થવાની ભીતિ છે. ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન અને ખેડૂતોમાં નુકસાનનો ફફટાટ જોવા મળ્યો છે.

Advertisement

Advertisement

ખેતી પાકને પારાવાર નુકસાન (Agricultural Damage)

બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ (Kankrej) પંથકમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ખેતીના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને તમાકુ (Tobacco), એરંડા (Castor) અને ઘઉં (Wheat) જેવા રવિ પાક (Rabi Crops) પર માવઠું પડતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે. ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં રોગચાળો આવવાની ભીતિથી ખેડૂત આલમ ચિંતાતુર છે.

વાવાઝોડાએ મચાવી તબાહી (Storm Impact)

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે કાંકરેજના નગોટ ગામમાં લગ્ન પ્રસંગનો મંડપ ઉડી ગયો હતો. આ ઉપરાંત, આકોલી અને કુંવારવા ગામમાં અનેક મકાનોના પતરા (Roof Sheets) ઉડી જવાની ઘટનાઓ બની છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની રાત-દિવસની મહેનત એળે ગઈ છે.

આ પણ વાંચો---- ગુજરાત પર Mini Cyclone નું સંકટ: 21 જિલ્લાઓમાં તંત્ર હાઈ-એલર્ટ પર, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન 

Tags :
Advertisement

.

×