Vav-Tharad: મહિલા PI એ ઈન્સ્ટાગ્રામ પર મોકલી ફ્રેન્ડ રિક્વેસ્ટ!, પછી પકડ્યો દુષ્કર્મના આરોપીને!
- Vav-Tharad: આરોપીને પકડવા લીધો સોશિયલ મીડિયાનો સહારો
- મહિલા PIએ ઈન્સ્ટાગ્રામ પર આરોપીને મોકલી રિક્વેસ્ટ
- PIએ આરોપીને ફસાવીને હોસ્પિટલ મળવા બોલાવ્યો
Vav-Tharad: બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં પોલીસે એક દુષ્કર્મના આરોપી (Accuse) ને પકડવા એવો કિમીયો અપનાવ્યો છે કે જેનાથી સૌ કોઈ ચકિત છે. સામાન્ય રીતે ગુનેગારો પોલીસથી બચવા ટેકનોલોજીનો સહારો લેતા હોય છે, પરંતુ આ વખતે વાવ પોલીસના મહિલા પી.આઈ. એ.આર. ખત્રી (PI A.R. Katri) એ સોશિયલ મીડિયાને જ હથિયાર બનાવી પોક્સો એક્ટના એક રીઢા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી જાણકારી અનુસાર વાવ તાલુકામાં એક શરમજનક ઘટના સામે આવી હતી. જેમાં પોતાના મામાના ઘરે રહેતી એક સગીર બાળકીને વિશાલ રાઠોડ (Vishal Rathod) નામના શખ્સે પોતાની લાલચ આપી ફસાવી હતી. આરોપી સગીરાને લલચાવીને માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપ છે કે આરોપીએ સગીરાના ફોટા પણ ખેંચ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પર ફોટા વાયરલ થતા ભાંડો ફૂટ્યો
આરોપી વિશાલ રાઠોડે સગીરાના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દીધા હતા. જ્યારે આ ફોટા સગીરાના પરિવારજનોના ધ્યાને આવ્યા, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે તાત્કાલિક સમગ્ર મામલાની ગંભીરતા સમજીને વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
Vav-Tharad: પોલીસની માયાવી જાળ
ફરિયાદ નોંધાયા બાદ આરોપી વિશાલ રાઠોડ ધરપકડના ડરથી સતત નાસતો-ફરતો હતો. તે પોલીસના હાથે ચડતો નહોતો અને પોતાના ઠેકાણા બદલતો રહેતો હતો. આ સમયે વાવ પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. એ.આર. ખત્રીએ એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો. તેમણે જોયું કે આરોપી સોશિયલ મીડિયા પર સક્રિય છે, તેથી તેને પકડવા માટે સોશિયલ મીડિયાનો જ સહારો લેવાનું નક્કી કર્યું.
ફેક અકાઉન્ટ દ્વારા આરોપીને પકડ્યો
મહિલા PI એ.આર. ખત્રીએ ઈન્સ્ટાગ્રામ (Istagram) પર એક ફેક પ્રોફાઇલ દ્વારા આરોપી વિશાલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. રિક્વેસ્ટ સ્વીકારાયા બાદ પોલીસે તેની સાથે 'મીઠી મીઠી' વાતો કરી તેને વિશ્વાસમાં લીધો હતો. આરોપીને જરા પણ અંદાજ નહોતો કે જે યુવતી સાથે તે ચેટ કરી રહ્યો છે તે પોતે પોલીસ અધિકારી છે.
આરોપીને હોસ્પિટલમાં મળવા બોલાવ્યો! (Accused of Rape)
હાલમાં પોલીસે આરોપી વિશાલ રાઠોડની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પી.આઈ.ની આ ચપળતા અને આધુનિક વિચારસરણીને કારણે એક ગંભીર ગુનાનો આરોપી ઝડપાઈ જતા લોકોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચોઃ Surat: ઓલપાડના નાયબ મામલતદારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું! શું છે કારણ?


