Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vikas Sankalp Sabha: હર્ષભાઇ સંઘવીનો હુંકાર, 'ગુજરાત વિરોધીઓનો હિસાબ થશે'

Harshbhai Sanghavi in Vadgam: બનાસકાંઠા (Banaskantha) ના વડગામ (Vadgam) માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપ દ્વારા ભવ્ય 'વિકાસ સંકલ્પ સભા' યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) ની ઉપસ્થિતિમાં છાપી (Chhapi), જલોત્રા (Jalotra), મેમદપુર (Memadpur) અને કાલેડા (Kaleda) બેઠકો માટે પ્રચાર કરાયો હતો. હર્ષભાઇ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિરોધી તત્વોને પ્રજા આ ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીને ભગાડી દેશે.
vikas sankalp sabha  હર્ષભાઇ સંઘવીનો હુંકાર   ગુજરાત વિરોધીઓનો હિસાબ થશે
Advertisement
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની Vikas Sankalp Sabha
  • વડગામ APMC નજીક ભાજપની ભવ્ય વિકાસ સંકલ્પ સભા
  • વિકાસ સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો
  • છાપી અને જલોત્રા જિલ્લા પંચાયત બેઠકો માટે સભા
  • મેમદપુર અને કાલેડા જિલ્લા પંચાયત બેઠકો માટે પ્રચાર
  • તાલુકા પંચાયતની બેઠકો માટે હર્ષભાઈ સંઘવીએ ગજવી સભા
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું સભા સ્થળે ભવ્ય સ્વાગત
  • ચૂંટણી પ્રચારમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ તાકાત બતાવી

Vikas Sankalp Sabha in Vagdam: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આ ચૂંટણીમાં જીતનો દાવો કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ અંતર્ગત વડગામ (Vadgam) સ્થિત APMC નજીક ભાજપ દ્વારા એક ભવ્ય 'વિકાસ સંકલ્પ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠામાં ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ

સભાના સ્થળે પહોંચતા જ હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) નું સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સભામાં મુખ્યત્વે છાપી (Chhapi) અને જલોત્રા (Jalotra) જિલ્લા પંચાયતની બેઠકો તેમજ મેમદપુર (Memadpur) અને કાલેડા (Kaleda) ની બેઠકો માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ તાલુકા પંચાયતની બેઠકો માટે પણ હર્ષભાઇએ સભાને સંબોધીને કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.

Advertisement

‘ગુજરાત વિરોધીઓનો હિસાબ થશે’

સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વ્યંગાત્મક શૈલીમાં કહ્યું કે, "ગામમાં સારું કામ કરનારા લોકો હોય છે, પરંતુ બે ચાર ચૌદશો કામ રોકવા પણ આવી જાય છે. શું રાજનીતિમાં આવા બે ચાર ચૌદશો ન હોય?' તેમણે ઉમેર્યું કે, આવા વિકાસના કામોમાં અવરોધ ઉભા કરનારા તત્વોને હવે પ્રજા ઓળખી ગઈ છે.

Advertisement

‘બે ચાર ચૌદશોને પ્રજા ભગાડી દેશે’: હર્ષભાઇ સંઘવી

હર્ષભાઇએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે, 'આવા બે ચાર ચૌદશોને તો પ્રજા જ ભગાડી દેવાની છે. આ વખતે ગુજરાતની જનતા ગુજરાત વિરોધીઓનો સંપૂર્ણ હિસાબ કરી દેવાના મૂડમાં છે.' તેમના આ નિવેદનથી સભામાં ઉપસ્થિત જનમેદનીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ચૂંટણી પ્રચારમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ વિકાસના મુદ્દાઓ પર ભાર મૂકીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. વડગામ પંથકની આ બેઠકો પર ભાજપ દ્વારા કરવામાં આવેલા આ શક્તિ પ્રદર્શન બાદ રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે, મતદારો કોના પર વિશ્વાસ વ્યક્ત કરે છે.

આ પણ વાંચો: Singanpor થી હર્ષભાઇ સંઘવીનો સણસણતો પ્રહાર: ' આવી બે-ચાર ચૌદશ તો દરેક જગ્યાએ હોય જ'

Tags :
Advertisement

.

×