Local Body Elections 2026 Candidate List : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવાનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) ના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ વિવિધ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાના ઉમેદવારોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા ચહેરાઓ
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, વોર્ડ નં-1 માં ટ્વિંકલ ધરેજીયા (Twinkle Dharejiya), અંકિત બરિયા (Ankit Bariya), દેવકરણ મરિયા (Devkaran Mariya) અને ભગીરથસિંહ ઝાલા (Bhagirathsinh Zhala) ને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નં-2 માં પ્રિતી સોલંકી (Priti Solanki), હંસા વસવેલીયા (Hansa Vasveliya), નિરવ દવે (Nirav Dave) અને જયદીપસિંહ ઝાલા (Jaydeepsinh Zhala) મેદાનમાં ઉતરશે.
વોર્ડ નં-3 માં પૂર્વી પરમાર (Purvi Parmar), શીખા શુક્લ (Shikha Shukla), રવિન્દ્ર ચૌહાણ (Ravindra Chauhan) અને જયદીપ ડાભી (Jaydeep Dabhi) નસીબ અજમાવશે. જ્યારે વોર્ડ નં-4 માં ભાજપે શ્વાતિ માંડલીયા (Swati Mandaliya), મીના જોશી (Meena Joshi), જામા ગરીયા (Jama Gariya) અને મિલિંદ કોઠારી (Milind Kothari) પર વિશ્વાસ મૂક્યો છે.
અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ
અરવલ્લી જિલ્લા પંચાયત (Aravali District Panchayat) ની બેઠકો માટે ભાજપે કુલ 30 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ઉપરાંત, જિલ્લાના મહત્વના તાલુકા મથકો જેવા કે મોડાસા (Modasa), ભિલોડા (Bhiloda), બાયડ (Bayad), ધનસુરા (Dhansura), માલપુર (Malpur) અને મેઘરજ (Meghraj) તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. મોડાસા નગરપાલિકા (Modasa Municipality) અને બાયડ નગરપાલિકા (Bayad Municipality) માટે પણ ભાજપે પોતાના મૂરતિયાઓ મેદાનમાં ઉતાર્યા છે.
વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં ચૂંટણી જંગ
બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ જિલ્લા પંચાયત બેઠકો માટે પણ યાદી જાહેર થઈ છે. જેમાં ઢીમા (Dhima) બેઠક પરથી અમરતભાઈ પટેલ અને વાવ (Vav) બેઠક પરથી કલાભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે થરાદ (Tharad), લાખણી (Lakhni), અને સુઈગામ (Suigam) તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ પણ ઘોષિત કરાયા છે.
આ પણ વાંચો: Farmer Leader: રાજુ કરપડાએ કર્યા કેસરિયા, સમર્થકોના ઘોડાપૂર સાથે કમલમમાં શક્તિપ્રદર્શન