Palanpur Accident News : ચડોતર ઓવરબ્રિજ પર RTO ગાડીને નડ્યો અકસ્માત, ૩ કર્મચારી ઈજાગ્રસ્ત
Palanpur Accident News : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાલનપુર નજીક ચડોતર વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર આજે RTO વિભાગની ગાડીને ગંભીર અકસ્માત (Accident) નડ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર RTO ની ગાડી પુરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ચડોતર ઓવરબ્રિજ પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
Palanpur Accident News : અકસ્માતમાં RTO ઓફિસર ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે આ ગમખ્વાર અકસ્માત સર્જાતા કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર RTO વિભાગના 2 થી 3 જેટલા કર્મચારી ગંભીર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ (Hospital) માં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે હાથ ધરી તપાસ
મહત્વનું છે કે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ (Police) નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને ગાડીના ડ્રાઈવરની પૂછપરછ અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ (Investigation) હાથ ધરી છે. આ અકસ્માતને કારણે ઓવરબ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. જેને પોલીસ દ્વારા ટ્રાફિક ક્લીયર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Panchayat Election ડ્રામા: ક્યાંક ચિઠ્ઠી ઉછળી તો ક્યાંક બહુમતી છતાં પક્ષ હાર્યો! હાઇવોલ્ટેજ સત્તાનો સંગ્રામ


