Teacher Farewell: 'સાહેબ અમને મૂકીને ન જાવ...' શિક્ષકોની વિદાયમાં રડી પડ્યું આખું ગામ
- ચારડા પ્રાથમિક શાળામાં લાગણીઓથી ભરેલી Farewell
- બે શિક્ષકોની બદલીથી સમગ્ર શાળા ગમગીન બની
- 15 વર્ષથી સેવા આપતા જીગ્નેશભાઈ વણઝારાને ભાવભીની વિદાય
- 10 વર્ષથી વિદ્યાર્થીઓને સંસ્કાર આપતી ગીતાબેન ચૌધરીની વિદાય
- નાનકડા વિદ્યાર્થીઓ આંસુ રોકી ન શક્યા
- વિદાય સમયે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને ભાવુક બન્યા
- શિક્ષક-વિદ્યાર્થીના અતૂટ સંબંધની ભાવુક ઝલક જોવા મળી
Charda Teacher Farewell: આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે સંબંધોમાં પણ નફા-નુકસાનની ગણતરી થતી હોય છે, ત્યારે થરાદના ચારડા (Charda) ગામની ચારડા પ્રાથમિક શાળા (Charda Primary School) માં એક એવો દ્રશ્ય જોવા મળ્યો જેણે સાબિત કરી દીધું કે શિક્ષકોની સાચી કમાણી તેમનો પગાર નહીં, પણ વિદ્યાર્થીઓનો નિઃસ્વાર્થ પ્રેમ છે. છેલ્લા ઘણા સમયથી શાળામાં ફરજ બજાવતા બે લોકપ્રિય શિક્ષકોની બદલી (Transfer) થતા વિદાય સમારંભ યોજાયો હતો, જે લાખો લોકોની આંખો ભીની કરી દે તેવો ભાવુક રહ્યો હતો.
માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, જીવન ઘડતરમાં પાયાનું યોગદાન આપ્યું
છેલ્લા 15 વર્ષથી ચારડા પ્રાથમિક શાળામાં પોતાની નિષ્ઠાવાન સેવાઓ આપી રહેલા જીગ્નેશભાઈ વણઝારા (Jigneshbhai Vanzara) ની અન્યત્ર બદલી થતા શાળાના સ્ટાફ અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જીગ્નેશભાઈએ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં પાયાનું યોગદાન આપ્યું છે. તેમની સાથે જ છેલ્લા 10 વર્ષથી નાનકડા ભૂલકાઓને સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરી રહેલા મહિલા શિક્ષિકા ગીતાબેન ચૌધરી (Gitaben Chaudhary) ની પણ વિદાય વેળા આવી પહોંચી હતી.
Tharad Charda Primary School : થરાદના ચારડામાં શિક્ષકોની વિદાય વખતે બાળકો ચોધાર આંસુએ રડ્યા | Gujarat First
'આ છે શિક્ષકોની સાચી કમાણી'
ચારડા પ્રાથમિક શાળામાં લાગણીઓથી ભરેલો વિદાય પ્રસંગ
બે શિક્ષકોની બદલીથી સમગ્ર શાળા ગમગીન બની
15 વર્ષથી સેવા આપતા જીગ્નેશભાઈ વણઝારાને ભાવભીની… pic.twitter.com/TRGLPz8YyK— Gujarat First (@GujaratFirst) April 4, 2026
વિદ્યાર્થીઓ શિક્ષકોને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રહ્યા
વિદાયના આ પ્રસંગે જ્યારે બંને શિક્ષકો પોતાનો સામાન લઈને શાળાની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે નાનકડા વિદ્યાર્થીઓ (Students) પોતાના આંસુ રોકી શક્યા નહોતા. ધોરણ 1 થી 8 ના તમામ બાળકો પોતાના પ્રિય શિક્ષકોને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. 'સાહેબ અમને મૂકીને ન જાવ' - આ શબ્દો જ્યારે માસૂમ બાળકોના મુખેથી નીકળ્યા ત્યારે પથ્થર દિલના માણસની આંખો પણ ભીની થઈ જાય તેવો માહોલ સર્જાયો હતો.
શિક્ષકોની આંખો પણ થઇ ભીની
જીગ્નેશભાઈ વણઝારા અને ગીતાબેન ચૌધરી પણ બાળકોનો આ અસીમ પ્રેમ જોઈને ગદગદિત થઈ ગયા હતા. શિક્ષકોએ પણ ભીની આંખે સ્વીકાર્યું કે આટલા વર્ષોના રોકાણ દરમિયાન તેમને બાળકો અને ગ્રામજનો તરફથી જે સન્માન મળ્યું છે, તે જ તેમની જિંદગીની સૌથી મોટી મૂડી છે. સમગ્ર ચારડા ગામ (Charda Village) આ વિદાય પ્રસંગનું સાક્ષી બન્યું હતું. અંતે, ભારે હૈયે અને અશ્રુભીની આંખે બંને શિક્ષકોને વિદાય આપવામાં આવી હતી, જેણે સમાજમાં શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર અને અતૂટ સંબંધની (Teacher-Student Relationship) એક અદભૂત ઝલક પૂરી પાડી છે.
આ પણ વાંચો: Songadh: શિક્ષણધામ કે ટોર્ચર સેન્ટર? સાચવજો! તમારા બાળકની શાળામાં પણ આવા 'હિંસક' શિક્ષકો તો નથી ને?


