"પોલીસને વચ્ચે લાવ્યા વગર મોરે મોરો લડી લો" Thakarsi Rabari ની ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ
- કોંગ્રેસ આગેવાન ઠાકરશી રબારી (Thakarsi Rabari) નું મોટુ નિવેદન
- ભાજપ અને ભાજપના આગેવાનને ખુલ્લી ચેલેંજ
- ચૂંટણી ભાજપ કોંગ્રેસની છે તો પોલીસને કેમ આગળ કરો છો
- ભાજપમાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં આવી જાઓ મોરે મોરો
- ભાજપમાં તાકાત હોયતો સીધી લડવા આવે પોલીસને વચ્ચે ન લાવો
- ઠાકરશી રબારીનું વિવાસ્પદ નિવેદન થયું વાયરલ
- ગુજરાત ફસ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી
Thakarsi Rabari challenge to BJP : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat Election) ના જંગ વચ્ચે રાજકીય નિવેદનબાજી પણ તેજ બની છે. વાવ થરાદના કોંગ્રેસ (Congress) ના આગેવાન ઠાકરશી રબારીએ (Thakarsi Rabari) ભાજપ સામે સીધો પડકાર ફેંકતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઈ રહ્યું છે.જો કે, ગુજરાત ફસ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
કોંગ્રેસ આગેવાન ઠાકરશી રબારી (Thakarsi Rabari) નું મોટુ નિવેદન
વાવ થરાદ જિલ્લાના કોંગ્રેસ આગેવાન ઠાકરશી રબારીનું એક ઉશ્કેરણીજનક નિવેદન સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ભાજપ (BJP) અને તેના નેતાઓને ખુલ્લી ચેલેન્જ (Open Challenge) આપતા જણાવ્યું હતું કે, જો આ સંગ્રામ ભાજપ અને કોંગ્રેસ (Congress) વચ્ચેનો હોય તો ભાજપ શા માટે પોલીસને આગળ કરી રહ્યું છે?
સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
ઠાકરશી રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, "ભાજપમાં તાકાત હોય તો પોલીસને (Police) વચ્ચે લાવ્યા વગર ખુલ્લા મેદાનમાં 'મોરે મોરો' લડવા માટે આવી જાઓ. પોલીસને તેમનું કામ કરવા દો, આ રાજકીય જંગ છે અને તેમાં સત્તાનો દુરુપયોગ કરી પોલીસનો સહારો લેવો યોગ્ય નથી." તેમના આ તીખા તેવર અને વિવાદાસ્પદ (Controversial) શબ્દોને કારણે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. ચૂંટણીના માહોલમાં પોલીસ તંત્રના હસ્તક્ષેપના આક્ષેપો સાથે આપેલું આ નિવેદન આગામી દિવસોમાં નવા રાજકીય વિવાદ સર્જી શકે છે.
આ પણ વાંચો: Jamnagar જિલ્લા પંચાયત કચેરીમાં આગની ઘટનામાં અનેક સવાલો, તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના


