Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amba Temple Fire : દાંતાના પૌરાણિક મંદિર અને ફિલ્મ સિટી અંબા મહેલમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ

Banaskantha News : ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. બનાસકાંઠાના દાંતામાં આવેલા પૌરાણિક અંબા મંદિરની છત પર અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મંદિરની છત પર લાગેલી આગ એટલી ભીષણ હતી કે મંદિરની બાજુમાં આવેલા ફિલ્મ સિટી અંબા મહેલ (Amba Mahal Film City) સુધી પ્રસરી ગઈ હતી.
amba temple fire   દાંતાના પૌરાણિક મંદિર અને ફિલ્મ સિટી અંબા મહેલમાં ભીષણ આગ  અફરાતફરીનો માહોલ
Advertisement

Amba Temple Fire : પૌરાણિક અંબા મંદિરની છત પર આગ લાગતા ભયનો માહોલ
બાજુમાં આવેલા ફિલ્મ સિટીના ઓરડાઓ પણ આગમાં બળીને ખાક
દાંતામાં ફાયરની સુવિધા ન હોવાથી આગ વધુ વિકરાળ બની !

Amba Temple Fire : ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. બનાસકાંઠાના દાંતામાં આવેલા પૌરાણિક અંબા મંદિરની છત પર અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મંદિરની છત પર લાગેલી આગ એટલી ભીષણ હતી કે મંદિરની બાજુમાં આવેલા ફિલ્મ સિટી અંબા મહેલ (Amba Mahal Film City) સુધી પ્રસરી ગઈ હતી. અંબે માતાના મંદિરની પાછળ ફિલ્મ સિટીમાં બનાવેલા ઓરડાઓ આગની ચપેટમાં આવતા સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

Advertisement

Amba Temple Fire : અંબાજીથી ફાયરની ટીમ દાંતા પહોંચી

દાંતામાં ફાયર ફાઈટર (Fire Fighter) ની સુવિધાનો અભાવ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પાણી છાંટીને આગ ઓલવવામાં મદદ કરી હતી. અંતે અંબાજી (Ambaji) થી ફાયર ફાઈટરની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ (Police) કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

પોલીસે હાથ ધરી તપાસ

ઉલ્લેખનીય છે કે આગ એટલી વિકરાળ હતી કે મંદિરની બાજુમાં આવેલા ફિલ્મ સિટી અંબા મહેલ (Amba Mahal Film City) સુધી પ્રસરી ગઈ હતી. તેમજ ભીષણ આગના પગલે દૂર-દૂર સુધી ધુમડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જો કે આગ લાગતા ઓરડાઓ બળીને ખાખ થઈ ગયા છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Ahmedabad : ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ! આરોગ્ય વિભાગે લીધેલા 22 ફૂડ સેમ્પલ ફેઈલ

Tags :
Advertisement

.

×