Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : અંગત અદાવતમાં મિત્રોનું કારસ્તાન, મોંઘીદાટ કારને આગ ચાંપતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી

Banaskantha : બનાસકાંઠાના ડીસામાં બે દિવસ અગાઉ કારમાં આગ લાગી હતી અને લોકોને એમ થયું કે ગરમીના કારણે આગ લાગી હશે. પરંતુ પોલીસે તપાસ કરતા મામલો સામે આવ્યો કે, મિત્રોએ જ કારને આગ ચાંપી હતી અને અંગત અદાવતમાં કારને નુકસાન કરી મિત્રને માર માર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની તપાસ હાથધરી છે.
banaskantha   અંગત અદાવતમાં મિત્રોનું કારસ્તાન  મોંઘીદાટ કારને આગ ચાંપતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી
Advertisement
  • Banaskantha મા મિત્રો બન્યા મિત્રના દુશ્મન
  • ભર બજારે કારમાં લગાવી દીધી આગ
  • આગ લાગતા કાર બળીને થઈ ખાખ
  • ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો
  • ડીસા દક્ષિણ પોલીસે નોંધ્યો ગુનો

Banaskantha : બનાસકાંઠાના ડીસામાં (deesa) ગાડી (car) સળગાવી દીધી હોવાની વાત સામે આવી છે. પરમ દિવસે સાંજમાં (evening) સમયે ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અને જૂની અદાવતમાં વિજય વાઘેલાની ગાડીને રાહુલ ઠાકોર અને તેના બે મિત્રોએ સળગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. અગાઉ તે કેમ પોલીસ (police) બોલાવી હતી તેની અદાવત રાખીને કારમાં આગ લગાવી દીધી હતી. ગાડી સળગાવનાર દાઝી જતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી

ડીસામાં જૂની અદાવતમાં માર મારી તેની કાર તેના મિત્રોએ સળગાવી દીધી હોવાની વાત સામે આવી છે, સમગ્ર મામલે ડીસા દક્ષિણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરમ દિવસે સાંજના સમયે એક ગાડીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી, જે પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત જણાતી હતી, પરંતુ પોલીસ તપાસમાં આ ઘટના પાછળનું સત્ય કઈક અલગ જ બહાર આવ્યું છે. આ ઘટના વિજય વાઘેલા નામના વ્યક્તિની જૂની અદાવતનું પરિણામ છે. મળતી માહિતી મુજબ, રાહુલ ઠાકોર અને તેના બે મિત્રોએ વિજય વાઘેલા સાથે તકરાર કરી હતી.

Advertisement

banaskantha gujarat first

Advertisement

ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો

ડીસામાં રહેતા અને ડી.જે. સાઉન્ડનો વ્યવસાય કરતા વિજય વાઘેલા પરમદિવસે સાંજે પોતાની નવી મહિન્દ્રા થાર લઈને ચંદ્રલોક રોડ પર ગયા હતા. તેઓ કારમાં બેઠા હતા ત્યારે ડીસા રેલવે સ્ટેશન વિસ્તારના રાહુલ ચીકુજી ઉર્ફે ભંડો ઠાકોર અને તેના બે સાગરીતો ત્યાં પહોંચી ગયા હતા. આરોપી રાહુલે અગાઉ થયેલી બોલાચાલી અને 112 પોલીસ બોલાવવા બાબતની અદાવત રાખી વિજયકુમાર સાથે ઝઘડો કર્યો હતો. રાહુલે ગાડીની ચાવી ઝૂંટવી લઈ વિજયકુમારના જમણા કાન અને માથાના ભાગે ચાવી વડે હુમલો કર્યો હતો. અન્ય બે ઈસમોએ પણ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરોએ વિજયકુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી કારની ચાવી લઈ લીધી હતી. ત્યારબાદ તેમણે રોડ પર જ કારને આગ ચાંપી સળગાવી દીધી હતી.

આ પણ વાંચો : Banaskantha ના કાણોદર ગામે મકાનમાં AC ફાટતા સર્જાઈ દુર્ઘટના

Tags :
Advertisement

.

×