Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Deodar Cow Abuse Case: ગાય સાથે હેવાનીયત કરનાર ગણેશ ટાંટિયાની ધરપકડ, જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ

Deodar Cow Abuse Case: વાવ-થરાદ જિલ્લાના દિયોદર (Deodar) તાલુકાના ભેસાણ ગામેથી માનવતાને લજવતીઘટના સામે આવી છે. ગામના જ એક આધેડ શખ્સે અબોલ જીવ એવી ગાય સાથે અશ્લીલ અને અમાનવીય કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
deodar cow abuse case  ગાય સાથે હેવાનીયત કરનાર ગણેશ ટાંટિયાની ધરપકડ  જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ
Advertisement
  • દિયોદર (Deodar) ના ભેસાણ ગામે માનવતાને લજવતી શર્મસાર ઘટના
  • ગણેશ ટાંટિયા નામના શખ્સે ગાય સાથે કર્યું કૃત્ય
  • અબોલ જીવ સાથેની હેવાનીયતનો વીડિયો વાયરલ થયો
  • ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ
  • દિયોદર પોલીસે આરોપી ગણેશની ત્વરિત ધરપકડ કરી
  • નરાધમ સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માગ

 Deodar Cow Abuse Case: વાવ-થરાદ જિલ્લાના દિયોદર (Deodar) તાલુકાના ભેસાણ ગામેથી માનવતાને લજવતી અને જીવદયા પ્રેમીઓના હૃદય ચીરી નાખે તેવી એક અત્યંત શર્મસાર ઘટના (Shameful Incident) સામે આવી છે. ગામના જ એક આધેડ શખ્સે અબોલ જીવ એવી ગાય સાથે અશ્લીલ અને અમાનવીય કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Deodar Cow Abuse Case-Bhesan Village Shameful Incident-Ganesh Tantiya Arrested-Gujarat first

Advertisement

દિયોદર (Deodar)  ના ભેસાણ ગામે માનવતા લજવાઈ

મળતી માહિતી મુજબ, ભેસાણ ગામના રહેવાસી ગણેશ ટાંટિયા નામના શખ્સે ગાય સાથે હેવાનીયતની તમામ હદો વટાવી દીધી હતી. આ નરાધમે ગાય સાથે કરેલા અશ્લીલ કૃત્યનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા લોકોમાં ફિટકારની લાગણી પ્રસરી છે. અબોલ જીવ સાથેની આ પ્રકારની ક્રૂરતા જોઈને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

Advertisement

આરોપી ગણેશ ટાંટિયાની ધરપકડ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા ગણેશ ટાંટિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા જ દિયોદર પોલીસે (Deodar Police) ત્વરિત એક્શન લઈને આરોપી ગણેશની ધરપકડ (Arrest) કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

Deodar Cow Abuse Case-Bhesan Village Shameful Incident-Ganesh Tantiya Arrested-Gujarat first

કડક સજાની માંગ

આ અમાનવીય કૃત્ય કરનાર નરાધમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. વાવ અને થરાદ સહિતના પંથકમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનો આ શખ્સને એવી સજા મળે જેથી ભવિષ્યમાં કોઈ આવું હીન કૃત્ય કરવાની હિંમત ન કરે તેવું ઈચ્છી રહ્યા છે.

આ પણ વાંચો: Umreth By-election Result: ઉમરેઠમાં પરિવર્તન કે પુનરાવર્તન? 6 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો

Tags :
Advertisement

.

×