Deodar Group Clash: દિયોદરના ફોરણા ગામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 8 સામે ગુનો દાખલ
- Deodar ના ફોરણા ગામે ચૂંટણીના મનદુઃખમાં બે જૂથો બાખડ્યા
- ગામમાં જૂની અદાવતને પગલે બબાલ થઈ
- બંને પક્ષના 3થી વધુ લોકોને ઇજા પહોંચી
- અથડામણ બાદ સામસામે પોલીસ ફરિયાદ કરી
- કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
Deodar Group Clash: વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે ચૂંટણીના મનદુઃખમાં બે જૂથો સામસામે આવી જતાં ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જૂની અદાવત અને ચૂંટણી સમયે થયેલા મનદુઃખને પગલે થયેલી આ બબાલમાં બંને પક્ષના 3થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવી દેવામાં આવ્યો છે.
Deodar માં ચૂંટણીનું મનદુઃખ અથડામણમાં પરિણમ્યું
મળતી માહિતી મુજબ, ફોરણા ગામે અગાઉની ચૂંટણી સમયે ગામના જ લોકો અલગ-અલગ પક્ષોમાં રહેતા મનદુઃખ થયું હતું. આ જૂની અદાવતની આગ ગઈકાલે ફરી ભભૂકી ઉઠી હતી અને બંને જૂથો હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક અથડામણમાં (Violent Clash) બંને પક્ષના કુલ 3થી વધુ લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Umreth By-election Result: ઉમરેઠમાં પરિવર્તન કે પુનરાવર્તન? 6 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો
સામસામે પોલીસ ફરિયાદ અને તપાસ
સારવાર બાદ બંને પક્ષો દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનમાં (Deodar Police Station) સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને પક્ષના કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ (FIR Registered) કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે અને ગામમાં ફરી શાંતિ સ્થપાય તે માટે પેટ્રોલિંગ વધારી દીધું છે.
આ પણ વાંચો: Deodar Cow Abuse Case: ગાય સાથે હેવાનીયત કરનાર ગણેશ ટાંટિયાની ધરપકડ, જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ


