Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Deodar Rain : લીલાધર ગામે વીજળી પડતા ખેતરમાં વિકરાળ આગ, ખેડૂતને લાખોનું નુકસાન

Deodar Rain : પ્રિ-મોન્સૂન એક્ટિવીટીના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લીલાધર ગામે ગત મોડીરાત્રે કુદરતી આફતે ખેડૂતોની આખી વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. દિયોદરમાં અચનાક વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.
deodar rain   લીલાધર ગામે વીજળી પડતા ખેતરમાં વિકરાળ આગ  ખેડૂતને લાખોનું નુકસાન
Advertisement

Deodar Rain : પ્રિ-મોન્સૂન એક્ટિવીટીના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લીલાધર ગામે ગત મોડીરાત્રે કુદરતી આફતે ખેડૂતોની આખી વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. દિયોદરમાં અચનાક વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ખેતરમાં પડેલા ઘાસના પૂળા પર વીજળી પડતા આગ લાગી હતી. આ જોત જોતામાં વિકારાળ સ્વરુપ ધારણ કર્યું હતું.

Deodar Rain : 3000 જેટલા ઘાસના પૂળા ક્ષણભરમાં લાગી આગ

ઉલ્લેખનીય છે કે દિયોદરના એક ખેડૂતના ખેતરમાં પશુઓ માટે રાખવામાં આવેલા અંદાજે 2500 થી 3000 જેટલા ઘાસના પૂળા ક્ષણભરમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. જો કે રાત્રીના અંધકારમાં આગની જ્વાળાઓ આકાશને આંબી રહી હતી. જે દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

Advertisement

ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ

બીજી તરફ થરા અને ભાભર ફાયર ફાયટર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. થરા (Thara) અને ભાભર (Bhabhar) ફાયર ફાયટર (Fire Fighter) વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે સમય સૂચકતા દાખવીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો.

Advertisement

ભારે જહેમત અને સતત પાણીના મારા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ વિકરાળ અગ્નિકાંડમાં ખેડૂત ભારમલભાઈ સોલંકીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પશુધન માટેનો મુખ્ય ચારો બળીને ખાખ થઈ જતા ખેડૂત પરિવારમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આ નુકસાનની યોગ્ય તપાસ કરી ખેડૂતને વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Banaskantha Rain News : ડીસા-કાંકરેજમાં વાવાઝોડાની ભારે તારાજી, ગામડાઓમાં અંધારપટ, Video માં જાણો સ્થિતિ!

Tags :
Advertisement

.

×